Abtak Media Google News

પોલીસ સ્ટેશનની અંદર જ હિન્દી ફિલ્મના ગીત પર ડાન્સ કરતી એક યુવતીનો ટીકટોક પર બનાવેલો વિડિયો બુધવારના રોજ અચાનક જ સોશિયલ મિડિયામાં વાયરલ થતાં પોલીસ બેડા સહિત મહેસાણામાં ચકચાર મચી જવા પામી હતી. વાઇરલ થયેલા વીડિયોમાં મહિલા પોલીસ કર્મચારી ડાન્સ કરતી દેખાઈ રહી છે.

Advertisement

બીજીતરફ ડાન્સ કરનાર યુવતી મહેસાણાના જ લાંઘણજ પોલીસ મથકની મહિલા કર્મચારી હોવાનું બહાર આવતાં પોલીસ બેડામાં પણ આ વિડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ મામલે મહિલા પોલીસ કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને સસ્પેન્ડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.