Abtak Media Google News

જામનગર જિલ્લા પંચાયતના સત્તાધીશોએ શાસન ધુરા સંભાળી જણાવ્યું કે જિલ્લામાં જે વિકાસ કામો અધુરા છે તે અમે પૂરા કરીશું અને જિલ્લામાં વિકાસનો મહાયજ્ઞ ચાલુ રાખીશું. જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશિંભાઈ છનિયારા એ ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયત માટે ટીકીટ આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર સાથેજ મને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે વરણી કરવા બદલ પણ પાર્ટીનો ખુબ આભાર માનું છું.  સિંચાઈ, ચેકડેમો, ખેડુતોને વીજળી, ગ્રામ્ય વિસ્તારમાં વીજળી, સહિતની જે બાકી કામો છે. તને પુરા કરવા અમે હંમેશા તૈયાર રહેશું. લોકોએ  અમને ખોબલેને ખોબલે મત આપી વિજય બનાવ્યો છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારી આખી જિલ્લાપંચાયતની પેનલ લોકોના કામો કરવા હંમેશા તૈયાર છે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ બોરસદીયાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જામનગરમાં જિલ્લા પંચાયતની 24 સીટો છે જેમાંથી 18 સીટ પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. એજ રીતે તાલુકા પંચાયતની 6 સીટો પર પણ ભાજપની જીત થઈ છે. ત્યારે ગત 5 વર્ષમાં કોંગ્રેસનું જે શાસન હતું. અને લોકોને વિશ્વાસ ઉઠી ગયો હતો.

ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. આવી પરિસ્થિતિમાં જ્યારે અમારું શાસન આવ્યુ છે તો અમે ભ્રષ્ટચાર મુક્ત શાસન આપીશુ. લોકોએ જે ખોબલેને ખોબલે મત આપ્યા છે. ત્યારે લોકોનો વિશ્ર્વાસ સામે તૂટવા નહીં દઈએ અને લોકોના તમામ કામો કરવા અમારી આખી પેનલ હંમેશા તૈયાર રહેશે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેમનું છેવાડાના લોકો સુધી અમલીકરણ થાય તે અમારી પ્રાથમિકતા હશે. જે વિકાસ રૂંધાણો હતો એ ફરી વેગવંતો બનશે. લોકોને શુસાસન આપીશુ, ભ્રષ્ટાચાર મુકત શાશન આપશું અને લોકોના જે કાંઈ કામો હશે તે ચોક્કસથી પૂર્ણ કરીશું. હાલારની જે પ્રજા છે તે અમારા મતદારો છે માટે એમને અમે અમારા ભગવાન માનીએ છીએ. જે રીતે કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર શુશાસન ચલાવી રહી છે તેમ જિલ્લા પંચાયતમાં પણ અમે સુશાસન ચલાવી તેમ તેમણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.