Abtak Media Google News

શહેરની સસ્તા અનાજની દુકાનોમાંથી રેશનકાર્ડ ધારકોને સડેલું અને ખાઈ ન શકાય તેવું અનાજ ધાબડવામાં આવતું હોવાનું કૌભાંડ પકડાયું હતું. આ અંગે નવા ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરને જાણ થતાં તુરંત જ સડેલું અનાજ લઈ પુરવઠા કચેરીએ પહોંચી ગયા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ સડેલું અનાજ બદલી આપવાની ખાતરી આપી હતી.

શહેરમાં સસ્તા અનાજની દુકાન પર ધનેડાવાળુ તેમજ ન ખાઈ શકાય તેવું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવી વ્યાપક ફરિયાદ મળી રહી છે ત્યારે વોર્ડ નંબર ચારમાં ખડખડનગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાં જ્યારે ગરીબ લોકો અનાજ લેવા ગયા હતા ત્યારે સડેલું અને ધનેરાવાળું અનાજ મળ્યું હતું. આ બાબતે સ્થાનિક લોકોએ મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને વાત કરી હતી.

Img 20210319 Wa0005

ત્યારબાદ ખડખડ નગર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લોકોને જે અનાજ આપવામાં આવ્યું તે અનાજ લઈને કલેકટર કચેરીએ પુરવઠા અધિકારીને દેખાડવા માટે લોકોને અનાજ આપેલું છે તે સાથે લઈને પુરવઠા અધિકારીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

પુરવઠા અધિકારીએ અનાજ બદલી આપવાની ખાતરી આપીમહિલા કોર્પોરેટર સ્થાનિક લોકો સાથે સડેલા અનાજનો પુરાવો લઈ પહોંચતા પુરવઠા અધિકારીએ વોર્ડ નંબર 4 જ નહીં પણ શહેરના કોઈપણ વોર્ડમાં લોકોને સડેલું અનાજ મળ્યું હશે તો તેને બદલી આપવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.