Abtak Media Google News

સુરતની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી વોકી ટોઝિયમ કેમિકલ ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવ્યો છે.

આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ છે. કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સતત બ્લાસ્ટ થઇ રહ્યા હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું.

ફેક્ટરીમાં આગ લાગતા જ અમરસિંહ ગંગાદીન કેવટ નામનો કામદાર ત્રીજા માળેથી નીચે કૂદી ગયો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થયો છે. આ ઉપરાંત ઘણા કામદારો ફેક્ટરીમાં ફસાયા હોવાની માહિતી મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.