Abtak Media Google News

ટ્રાન્સપોર્ટના ધંધાર્થી દ્વારા આર્થિક મામલે બબાલ થઇ

વઢવાણના યાર્ડમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ દ્વારા પૈસાની લેતી દેતી મામલે બબાલ થતાં હવામાં ફાયરિંગની ચર્ચાને પગલે વઢવાણ બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ પરંતુ તપાસ દરમિયાન કાંઈ પણ હાથ ન લાગવાના કારણે હજુ સુધી તપાસ ચાલુ છે અને ફરિયાદ નોંધાવી નથી અને વઢવાણના એપીએમસી વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ વચ્ચે પૈસાની લેતી જેથી બાબતે બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પાર્ટી દ્વારા હવામાં ફાયરિંગ કરી આવવાનું ચર્ચા રહ્યું છે ત્યારે આ અંગેની જાણકારી બી ડિવિઝન પોલીસને પણ પ્રાપ્ત થઈ હતી પરંતુ ઘટના સ્થળે દોડી જઈ અને તપાસ હાથ ધરી હતી અને પૂછપરછ પણ હાથ ધરી હતી

Advertisement

પરંતુ તેમને કોઈ વિગતની કે કોઈ પણ પ્રકારની આ ઘટના અંગેની માહિતી પ્રાપ્ત ન થઈ હોવાનું જણાવે છે ત્યારે હાલમાં આ માર્કેટિંગ યાર્ડમાં સીસીટીવી ફૂટે તપાસવા જોઈએ પરંતુ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં સીસીટીવી  ફૂટેજ તપાસવા જોઈએ પરંતુ આ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં સીસીટીવી ન હોવાનું પણ જાણવા મળે છે ત્યારે હાલમાં વઢવાણ આખામાં ફાયરિંગની ચર્ચા એ ભારે ચોર પકડ્યું છે ત્યારે પોલીસ તંત્ર હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નથી કે સ્ટેશન ડાયરીમાં નોંધ પણ ન કરી હોવાનું લોકો દ્વારા ચર્ચામાં ચાલ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.