Abtak Media Google News

સંતોની ઘરે-ઘરે પધરામણી, હિંડોળાનું અનેરું આયોજન: કાલથી બ્રહ્મ મહોત્સવના દ્વિતીય ચરણનો શુભારંભ

બે દિવસ સુરતમાં દેવકૃષ્ણસ્વામીની પધરામણી રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના સંકલ્પાનુસાર ઝાઝા જીવ ભગવાન ભજે એ અર્થે આજે પરમ પૂજય ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અનેકવિધ આયોજનો થાય છે. તેમાં આ વર્ષે ચૈત્રી નવરાત્રી દરમ્યાન બ્રહ્મ મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે. સંપ્રદાયમાં પ્રથમ યોજાઈ રહેલ આ બ્રહ્મ મહોત્સવમાં તા.૬ થી ૧૪ એપ્રીલ ચૈત્ર સુદ-૧ થી ૯ દરમ્યાન રાજકોટ, જુનાગઢ, સુરત ઉપરાંત અમેરીકાના ન્યુઝર્સી ખાતે આ ઉત્સવનો પ્રારંભ કરાયો છે.

Advertisement

પ્રભુ સ્વામીના જણાવ્યાનુસાર સુરત ગુરૂકુલમાં બ્રહ્મ ઉત્સવના પ્રથમ ચરણમાં ૪૦ સંતો તથા ૨૦ ઉપરાંત સાંખ્યયોગી મહિલાઓ દ્વારા સુરતના ૫૩૦૦ ભાવિકોના ઘરે સંતોએ પધરામણીઓ કરેલ. આ પધરામણી દરમ્યાન સુરત ગુરુકુલ શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર ઝુલા-હિંડોળામાં બાળપ્રભુને પધરાવી તેમનું અર્ચન, પુજન, કિર્તન, વંદન તથા સ્તુતિ પ્રાર્થનાને આરતી નવ દિવસ સુધી કરવાનું કહેવા દરેક સ્વિકારેલ. પરીણામે ૫૩૦૦ ઘરમાં ૧૫૦૦૦ ભકતો, ઘરના સભ્યો ભગવાનની ઉપાસના ભકિત કરશે.Gvs 4577

વધુમાં પ્રભુસ્વામીએ કહ્યું હતું કે, આ બ્રહ્મ મહોત્સવમાં સાધના, આરાધના અને ઉપાસના દ્વારા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એમની મૂર્તિમાં વિશેષ ભકિત પ્રગટે અને લોકો સુખીયા થાય. સાધના અંગે વાત કરતા તેઓએ કહેલ કે નવ દિવસ સુધી જળપાન કરીને ઉપવાસ કરતા નિત્ય ત્રણ કોળીયા જમીને હરિચાંદ્રાપણ વ્રત કરવું, ફરાળુ કે કાચુ જમીને રહેવું અથવા તો દિવસમાં એક વખત અનાજ જમીને એકટાણા કરવા જેવા ૬૦૦ ભાવિકો ઉપવાસમાં ૩૫૦ હરિચાંદ્રપણ, ૧૫૦૦ ફુટ ફરાળ કે કાચુ જમવામાં ને ૧૫૦૦ ભાવિકોએ એકટાણાના નિયમો લીધા છે.

તા.૧૦ થી ૧૪ બ્રહ્મ મહોત્સવના દ્વિતીય ચરણનો પ્રારંભ થશે. જેમાં સુરત ગુરૂકુલમાં સવારે પાંચ વાગ્યેથી ચોઘડીયાને શરણાઈના નાદ સાથે ભગવાનને ૧૦૦x૫૦ ફુટના હિંડોળામાં સંતો ઝુલાવશે સાથે હિંડોળાના પદોનું ગાન સંતો ભકતો કરશે. અમેરિકાના ન્યુજર્સી ખાતે નવ દિવસ સુધી વચનામૃત દ્વિશતાબ્દી વર્ષના ઉપલક્ષ્યે આ બ્રહ્મ મહોત્સવ અંતર્ગત આનંદસ્વામીની નિશ્રામાં વચનામૃત હોમાત્મક યજ્ઞ તથા ભકત ચિંતામણિ યજ્ઞ શરૂ કરાયેલ છે.Jay 0983

જેમાં વોશિંગ્ટનથી ધીરૂભાઈ કોટડીયા તથા સ્થાનિક ભકતો ચતુરભાઈ વઘાસીયા, પ્રવિણભાઈ વેકરીયા, નારાયણબાપા, વલ્લભભાઈ વાનાણી વગેરે ભકતો સવારે ૮ થી ૧ને બપોર પછી ૩ થી ૬ દરમ્યાન લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત ૨૫૦ ઘરે મહારાજને ઝુલામાં ઝુલાવી અમેરિકામાં ભાવિકો બ્રહ્મ મહોત્સવ ઉજવી રહ્યા છે.

આવતીકાલથી ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી સંત મંડળ સાથે સુરત બ્રહ્મ મહોત્સવમાં દર્શન તથા આશીર્વાદનો લાભ દેવા પધારી રહ્યા છે ત્યારે અહીં ઉત્સવની સેવારત શ્રી ભકિતનયસ્વામી, શ્રી પતિતપાવન સ્વામી, શ્રી વિવેકસ્વામી, શ્રી વિશ્વસ્વરૂપસ્વામી, દિવ્ય સ્વામી, ભંડારીસ્વામી વગેરે સંતો તથા ઉત્સવના યજમાનો પ્રકાશભાઈને પ્રદિપભાઈ રાખોલીયા, ત્રાકુડાવાળાશ્રી અશ્વિનભાઈ, રાકેશભાઈ દુધાત, ઘનશ્યામભાઈ કથીરિયા, લાલજીભાઈ તોરી, શિવલાલભાઈ પાંભર, બાબુભાઈ હળીયાદ, જસુભાઈ, ગણેશદાદા કેવડીયા, ધી‚ભાઈ પરસાણા વગેરે ભકતો યુવાનો સાથે ઉત્સાહ સેવા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.