Abtak Media Google News
  • રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન, નાગપુર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજન: તા. 21 થી 25 સપ્ટેમ્બર વિજ્ઞાન, ટેકનોલોજી,
  • એન્જિનિયરિંગ અને ગણિત વિષય પર નિષ્ણાંતો સહભાગીઓને અસરકારક અને હેતુપૂર્ણ સંશોધનની કાર્યપદ્ધતિ વિશે તાલીમ આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હર હંમેશ વિધાર્થીઓના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે તેને ઉપયોગી કાર્ય કરે છે. ત્યારે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓ અસરકાર અને હેતુપૂર્ણ સંશોધન કરી શકે તે માટે પાંચ દિવસીય રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવિર્સિટી અને રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન, નાગપુરના સંયુકત ઉપક્રમે તા.21 થી 25 સપ્ટેમ્બર 2022 રેસિડેન્શિયલ રિસર્ચ મેથોડોલોજી કોર્સનું આયોજન સ્ટેટેસ્ટિક ભવનના ઓડિટોરીયમમાં યોજાશે. જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત વિષયમાં સંશોધનકર્તા 100 જેટલા સહભાગીઓ ભાગ લઇ રહ્યા છે. આ કોર્ષમાં જોડાવવા માટે સહભાગીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

Photo 2022 09 19 11 52 41

આ કોર્ષના તા.21મી સપ્ટેમ્બરના રોજ ઉદ્ધાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે રામભાઈ મોકરિયા (રાજ્યસભા સાંસદ, રાજકોટ),સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતી ડો.ગીરીશ ભીમાણી, ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય સંગઠન મંત્રી મુકુલ કાનીટકરજી, આચાર્ય દિપક કોઈરાલા (અખિલ ભારતિય સહ પ્રમુખ ગુરુકુલ પ્રકલ્પ અને પશ્ર્ચિમ ક્ષેત્ર પાલક અધિકારી) થતા સુરેશ નહાટા (ભારતીય શિક્ષણ મંડળ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ) ઉપસ્થિત રહેશે.

રિસર્ચ ફોર રિસર્જન્સ ફાઉન્ડેશન નાગપુર 200થી વધુ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે નેટવર્ક ધરાવે છે. જે 1969 થી શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છે. જેનો હેતુ દરેક વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને સંશોધન હેતુના અભિગમના સંદર્ભમાં ટેકો આપવાનો છે. જેના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાઇ રહેલા કોર્ષનો ધ્યેય રિસર્ચ સ્કોલર અને પીજી વિદ્યાર્થીઓને સંશોધનની કાર્ય પધ્ધતિ વિશે માહિતી પૂરી પાડવાનો છે.

આ કોર્ષમાં જોડાનાર સહભાગીઓને પ્રો. રાજેશ બી. બિનીવાલ(ડિરેકટર જનરલ આરએફઆએફ), પ્રો. બી.એ.ચોપાડે(નેશનલ પ્રેસિડન્ટ અનુસંધાન પ્રકોસ્ટ-બીએસએમ, નવી દિલ્હી), પ્રો. ડી.જી. કુબેરકર(પ્રોફેસર એન્ડ હેડ, નેનો સાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), પ્રો. એસ.કે. વૈદ્ય(પ્રોફેસર એન્ડ હેડ, મેથેમેટીકસ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ડો.રમેશ કોઠારી (પ્રોફેસર, બાયોસાયન્સ ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) સહિતના નિષ્ણાંતો સહભાગીઓને અસરકારક અને હેતુપૂર્ણ સંશોધન માટે તેની કાર્યપદ્ધતિ અંગે માહિતગાર કરવામાં આવશે. તેમજ વિવિધ સંશોધન પદ્ધતિના વિષયો વિવિધ સાધનો દ્વારા શીખવવામાં આવશે. જેમ કે લેક્ચર્સ, હેન્ડ ઓન ટ્રેનિંગ ઓન કોમ્યુટર સોફ્ટવેર પર, સંશોધન પ્રસ્તાવ કેમ લખવો, ડેટા માટે ફિલ્ડવર્ક સહિતની તાલીમ આપવામાં આવશે. સહભાગીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આરએફઆરએફ દ્વારા કોર્ષનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ કોર્ષનો લાભ વધુને વધુ વિધાર્થીઓને મળી રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભિમાણીનો સહયોગ ખૂબ જ સાપડયો છે તેમજ રજીસ્ટાર અમિત પારેખ પણ આયોજનમાં સહભાગી બની રહ્યા છે. કોર્ષના કો-ઓર્ડિનેટર તરીકે પ્રો.રમેશ કોઠારી (પ્રોફેસર, બાયોસાયન્સ ભવન) તેમજ કોર્ષની આયોજન સમિતિમાં પ્રો.મનીષ શાહ, પ્રો.નિકેશ શાહ, પ્રો.કિશોર આટકોટીયા, પ્રો.અતુલ ગોસાઇ, ડો.રંજન ખુંટ, ડો.હરીકૃષ્ણ પારેખ, ડો.તૃપેશ પેથાણી, ડો.જીજ્ઞા ટાંક, ડો. મીતલ કનેરીઆ, ડો.જલ્પા રાંક, ડો.કવન અંધારીયા, ડો.દિશા રાંક સહિતના જોડાયેલા છે. ભારતીય શિક્ષણ મંડળ-સૌરાષ્ટ્ર પ્રાંતના સુરેશ નાહતા, ડો.રૂશીરાજ ઉપાધ્યાય, ડો.હરેશ બાંભણિયા, ડો.દિપક મશરુ અને બીનાબેન દેત્રોજા તેમજ આરએફઆરએફના પ્રો.રાજેશ બીનીવાલ, રશ્મી સુર્યવંશી, ડો.મૃણાલ યાવલકર અને અંકિત કાલકોતવારની ટીમ જોડાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.