Abtak Media Google News

ખાખીજાળીયા ગામે બે પુત્ર સાથે માતાએ અગન પછેડી ઓઢી: બીજા બનાવમાં મામી-ભાણેજે ગળાફાંસો ખાઈને મોત મીઠુ કરતા તલંગણા ગામમાં શોકનું મોજુ

ઉપલેટા તાલુકાના છેલ્લા ચોવીસ કલાસમાં યમરાજાએ રીતસરનો પડાવ નાખી બે જુદાજુદા બનાવ ખાખીજાળીયા ગામે માતા અને બે પુત્ર તેમજ તલંગણા ગામે મામી ભાણેજના અગમ્ય કારણોસર જીવન લીલા સંકેલી લીધી હતી.

પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉપલેટાના ખાખીજાળીયા ગામે કોળીવાસમાં રહેતા કોળી પરણીતા લીલાબેન જીતેન્દ્રભાઈ કોલીયા ઉ.૩૦ તેનો પુત્રો રાજ ઉ.૫ મનીષ ઉ.૩ સાથેપતિ જીતેન્દ્રએ લીલાબેનને ધોરાજી રહેતા માવતરનાં ઘેરે રક્ષાબંધન પર્વ પરજવાની ના પાડતા કોળી પરણીતાનેલાગી આવતા બપોરે લીલાબેનઅને પુત્રો રાજ અને મનીષને સાથે લઈ કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને ઉપલેટાની ખાનગી હોસ્પિટલે લઈ આવતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવેલ પણ ત્યાં કોળી પરણીતા લીલાબેન ઉ.૩૦ પુત્ર રાજ ઉ.૫ નાનો પુત્ર મનીષ ઉ.૩ ને ફરજ પરનાં ડોકટરોએ ત્રણેય માતા બે પુત્રને મૃત જાહેર કરેલ હતા. બનાવને લઈ નાના એવા ખાખીજાળીયા ગામે કોળી સમાજ રક્ષાબંધન પર્વ પર જ શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

જયારે બીજા બનાવમાં તાલુકાના તલંગણા ગામે કોળી પરિવારના સગા મામી ભાણેજે ગળાફાંસો ખાઈ ને મોત મીઠુ કયુર્ંં હતુ પ્રાપ્ત થતી વિગતો મુજબ તલગણા ગામે રહેતા વૈભવભાઈ સોલંકી છેલ્લા બે દિવસ થયા કોઈ કારણોસર બહાર ગયા હતા ત્યારે તેના ઘેરે તેની પત્ની શિતલબેન વૈભવભાઈ ઉ.૩૦ તથા તેના સગાભાણેજ ભાવેશ બાબુભાઈ સિહોરા ઉ.૨૪ એકલા રહેતા હતા ત્યારે દિનેશભાઈ વાછાણીના ડેલામાં જઈ બંને મામી ભાણેજે ગળાફાંસો ખાઈ લેતા તેના ઘટના સ્થળે જ મોત થયા હતા. બંને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈ આવતા ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કરેલા હતા આ અંગેના કાગળો ઉપલેટા પોલીસ કોન્સ્ટેબલ કિશોરભાઈ શિપારા તૈયાર કરી વધુ તપાસ અર્થે પાટણવાવ પોલીસને મોકલી આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.