Abtak Media Google News

ઘરની માખી જયાં જન્મે છે તેમાંથી એક-બે માઇલમાં રહે છે, તેને દાંત હોતા નથી, ૧૦૦ થી વધુ રોગોનો ફલાવો કરતી માખી ડંખ મારતી નથી મોટાભાગે તે જમીનથી પ થી ૧૦ ફૂટ દૂર અને ભોજનની આજુબાજુ વધુ જોવા મળે છે, આજે વિશ્વમાં અઢી ટકાના દરે તે લુપ્ત થતી જોવા મળે છે

આપણી આસપાસ ઘણા બધા જીવજંતુઓ જોવા મળે છે. માખી, મચ્છર, ઉંદર, માંકડ વિગેરે આપણને પરેશાન પણ કરે છે. મોટાભાગની મહિલાઓ પોતાના ઘરમાં ગંદકી અને બિમારી ફેલાવતા કીડાઓ અને અન્ય જીવજંતુથી પરેશાન રહે છે. તેને ઘરમાંથી કાઢવા, રોકવા મુશ્કેલ છે. પણ રોગચાળાથી બચવા તકેદારી રાખવા માટે પણ તેનાંથી બચવાના ઉપાયો કરવા જ પડે છે. નાનકડા જીવજંતુઓ આપણાં સ્વાસ્થ્ય માટે હાતિકારક હોય છે. મચ્છરથી તો મેલેરીયા, ડેંગ્યુ જેવી ભયંકર બિમારી થતી હોવાથી આપણે ખુબ જ ઘ્યાન રાખીએ છીએ છતાં પણ તેના કારણે જ આપણે માંદા પડીએ છીએ.

આજે આપણે નાનકડી માખી વિશે માહિતી જોઇએ તો એ રોગોનું ઘર છે. લાખો બેકટેરીયા સાથે લઇને આપણાં ઘરમાં લગભગ બધે જ ઉડા ઉડ કરે છે. તે ગંદકી ઉપર બેસીને ત્યાંથી ઉડીને આપણાં ખોરાક પર બેસે છે. ઘરની માખી, મઘમાખી જેવી વિવિધ પ્રજાતિની માખીઓ પૃથ્વીપર વસે છે. એક અંદાજ મુજબ વિશ્ર્વમાં ર૦ હજારથી વધુ જાતોની મઘમાખી વસે છે. તે પૃથ્વી પર ૧૩ કરોડ વર્ષોથી વસે છે. જયારે માનવીની વસ્તી માત્ર બે લાખ વર્ષથી છે. વિશ્ર્વમાં ૯૦ ટકા વસ્તી જે ખોરાક ખાય છે એ તૈયાર કરવામાં આ મઘમાખીનો વિશેષ ફાળો છે. મઘમાખીની એક કોલોની એક જ દિવસમાં ૩૦ કરોડ ફૂલોનો રસ ચુંસવા કે પરાગ નયનની પ્રક્રિયા પૂરી કરે છે. જો કે આની વસ્તી પર પણ ખતરો આવ્યો છે. શહેરી કરણને ખેતરમાં જંતુનાશક દવા છંટકાવને કારણે ને નષ્ટ થતી જાય છે. ગત શિયાળે અમેરિકામાં ૪૦ ટકા મઘમાખી મૃત્યુ પામી હતી.

એક અભ્યાસ તારણ મુજબ પૃથ્વી પરથી દર વર્ષે અઢી ટકાના દર મઘમાખી ઓછી થઇ રહી છે. વિશ્ર્વના પ્રખ્યાત વિજ્ઞાની અલ્બર્ટ આઇન્સ્ટાઇને એક વાર કહેલું કે જો દુનિયામાંથી મઘમાખી ખતમ થઇ જાય તો માનવી માત્ર ચાર વર્ષ જ જીવી શકે, જો કે આ નિવેદન ને કોઇ વૈજ્ઞાનિક આધાર નથી પણ આ મહાન માણસે કિધુ છે એટલે ખોટું પણ ના માનીય શકાય ર૦મી  મે માસમાં દર વર્ષે વિશ્ર્વ મઘમાખી દિવસ ઉજવાય છે. એક અંદાજ મુજબ ધરતી ઉપર રોજ ચાર લાખથી વધુ ફૂલો ખીલે છે પછી તેમાં ફળ આવે આ બધાની ઉપજ મઘમાખીને આભારી છે. દુનિયામાં ૧૦૦ પ્રકારના ફળોમાં મઘમાખીનું યોગદાન છે.

મઘમાખીના કરડવાથી ભયંકર પીડા થાય છે તેને બનાવેલ મઘપૂડાને છંછેડવાથી ટોળુ ધસી આવે છે તેના કરડવાથી શરીરમાં ઝેરની અસર થાય છે કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થઇ શકે છે. તેના ડંખ મારવાથી અતિશય પિડા, સોજો, લાલાશ અને ખંજવાળ આવે છે.આપણાં ઘરમાં જોવા મળતી માખી દુનિયાભરમાં ફેલાયેલી છે. માખી ભૂરા થી કાળા કલરની જોવા મળે છે.થોડા વાળ વાળુ શરીરને સુંદર પાંખ હોય છે. તેની આંખ લાલ હોય છે. તેની લાળથી ગમે તેવા કઠણ પદાર્થને નરમ બનાવી શકે છે. અત્યારે જોવા મળતી માખી ગ્રીક અને ઇસપ ના સાહિત્યમાં પણ જોવા મળે છે. ૧૭૯૪માં ‘ધ ફલાય’નામની કવિતામાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેની સાઇઝ ૬ થી ૭ મી.મી. હોય છે. નર માખી કરતા માદા માખીને વધારે પાંખ હોય છે.

તે માણસ કરતાં સાત ગણી વધારે ઝડપથી દ્રશ્ય અને સુચનાનો અમલ કરે છે. ઘરની માખી તેના પગ એકબીજા સાથે ભટકાડીને તેના પગ સાફ કરતી ઘણીવાર જોઇ હશે. માખી ગમે તેવી ચિકણી દિવાલ ઉપર ચાલવા માટે સક્ષમ છે. તેની પાંખ પીળા રંગના પારદર્શક ભાગ સાથે જોવા મળે છે. દુનિયામાં કેટલીય માખીઓ આપણા માખી જેવી જ જોવા મળે છે. આ બધામાં ઘરમાં જોવા મળતી માખીઓ દુનિયામાં સૌથી વધુ જોવા મળતી ‘કીટ’ છે. તે મોટા ભાગે મનુષ્યો સાથે જોડાયેલી છે તે આર્કટીક,ઉષ્ણકટી બંધમાં પણ મૌજુદ છે. જો કે ત્યાં સૌથી વધારે જોવા મળે છે. આ સિવાય યુરોપ, એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, અમેરિકા જેવા વિવિધ દેશોની આબાદી સાથે જોવા મળે છે.

માખી પ્રાચિન કાળથી જોવા મળે છે. તેનો વિકાસ સેનોજોઇક યુગથી શરૂ થયાનું જાણવા મળે છે. માણસથી સાથે રહેતી હોવાથી તે તેની સાથે પ્રવાસ કરીને પણ વિશ્વ વ્યાપી ફેલાવો કર્યો છે. ૧૭૫૮માં એક સ્વીડિશ વનસ્પતિ શાસ્ત્રી અને પ્રાણી વિજ્ઞાન હાર્લ લિનિયસે તેનાં પર સંશોધન કર્યુ હતું. ઇંડામાંથી બે ત્રણ તબ્બકામાં પસાર થઇને માખી બને છે.

માખી તેના સ્થાનેથી ઘણા કિલોમીટર ઉડી શકે છે તે પોતાના વાળ, મોઢુ, પગ વિગેરેમાં કેટલાય જીવો બેકટેરીયાને લઇ જાય છે. આ માટે તે ઘણા રોગોનીકારક બને છે. તેની બહારની સપાટી ઉપર રહેતા જીવ તો થોડી કલાક જ રહે છે પણ આંતરીક સપાટીમાં કેટલાય દિવસો સુધી જીવતાં રહે છે. તેથી તે જોખમી છે. ર૦મી સદીની શરુઆતમાં ‘તપેદીક’ રોગનાં પ્રસારમાં માખીનો મોટો હાથ હતો અમેરિકામાં પોલિયો મહામારી ફેલાવામાં પણ તેને જવાબદાર ગણાવી હતી. ૧૯૫૦ પછી કીટનાશક છંટકાવથી અને ટીકાની શરૂઆતથી તેમાં ગિરાવટ આવી હતી. બીજા વિશ્ર્વયુઘ્ધ વખતે પણ જાપાનમાં તેના ઉપર પ્રયોગો કરાયા હતા. તે કોલેરા, હૈજા જેવી બિમારીઓ ફેલાવામાં કારક બને છે.

નાનો અંડકાર આકારને છ પગ માખીને હોય છે. તેને ગમતું વાતાવરણ ર૮ ડીગ્રી સેલ્સિયસ છે. માખીના ઉપદ્રવથી બચવા ઘરને ચોખ્ખુ રાખવું જરુરી છે. ઘરની માખી ડંખ નથી મારતી પણ ૧૦૦ થી વધારે રોગ ફેલાવવા અને તેનો પ્રસાર કરવામાં કારક બને છે, જેનું એક ઉદાહરણ ટાઇફોઇડ છે. તે જીવનકાળ દરમ્યાન ૩પ૦ થી ૯૦૦ ઇંડા દેવામાં સક્ષમ હોય છે. તે મોટા ભાગે દિવસમાં સક્રિય હોય છે. તે ખોરાકની શોધમાં ર૦ માઇલની ફરી તપ કરે છે અને તેને દાંત હોતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.