Abtak Media Google News

જનમેદનીને ધ્યાને રાખી વધુ ૨ દિવસ લંબાવાયા: કાલે પૂર્ણાહુતિ

મહાપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ફલાવર-શો કમ એક્ઝિબીશનનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ફલાવર શો તા.૨૬ના રોજ પૂર્ણ થવાનો હતો પરંતુ જનમેદનીને ધ્યાનમાં રાખી તેમાં બે દિવસ લંબાવવામાં આવ્યા છે. ઉપરાંત ત્રણ દિવસમાં ૧.૩૫ લાખી વધુ લોકોએ આ ફલાવર શોને માણ્યો હોવાનું મહાપાલિકાએ જણાવ્યું છે.

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મહાપાલિકાએ રેસકોર્સ ગાર્ડન ખાતે ફલાવર-શોનું આયોજન કર્યું હતું. આ ફલાવર-શો તા.૨૬ના રોજ પૂર્ણ થવાનો હતો. પરંતુ લોકલાકડીને ધ્યાને રાખી મહાપાલિકા દ્વારા તા.૨૭ અને ૨૮ એમ દિવસ સુધી ફલાવર-શોને લંબાવ્યો છે. માટે જે લોકો આ ફલાવર-શોની મુલાકાત લેવાનું ચૂકી ગયા છે તેઓને વધુ બે દિવસની તક મળવાની છે. ઉપરાંત મહાપાલિકાએ ફલાવર શોની વેંચાયેલી ટીકીટોના આંકડા જાહેર કર્યા છે.

જેમાં ૩ દિવસમાં કુલ ૧,૩૫,૩૨૬ લોકોએ આ ફલાવર શોની ટીકીટ ખરીદી તેને માણ્યો હતો. પ્રથમ દિવસે ૧૨૯૯૩, બીજા દિવસે ૩૮૪૯૦ અને ત્રીજા દિવસે ૮૩૮૪૩ લોકોએ ફલાવર શોને માણ્યો હતો. ગઈકાલે ૨૬મી જાન્યુઆરી અને રવિવાર નિમિત્તે રજા હોવા  ખુબ મોટી સંખ્યામાં લોકો ફલાવર શોને માણવા ઉમટી પડ્યા હતા. ઘણા શહેરીજનો જે ફલાવર-શોની મુલાકાત લઈ ની શક્યા તેઓ આવતીકાલ સુધીમાં ફલાવર શોની મુલાકાત લઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.