Abtak Media Google News

ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ, ઇન્સાન બનેગા

સુરેન્દ્રનગરના વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાબીની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી એખલાશનું ઉદાહરણ બન્યો છે.

વઢવાણ એક એવી નગરી છે કે જ્યાં નાત જાતના ભેદભાવ ક્યારે જોવા મળ્યા નથી અને વઢવાણ શહેરની આ નગરીમાં કોમી એકતાનો માહોલ જોવો હોય તો ગમે ત્યારે રાજકીય લોકો તેમજ જ્ઞાતિમાં પાટા પડાવતા લોકો વઢવાણ શહેરમાં આવી અને અનેક તહેવારો અને ઉત્સવોમાં હમ સાથ સાથ હૈ જેવા દ્રશ્યો જોવા મળે છે આ ગામમાં ધાર્મિક તહેવારોમાં કોણ હિંદુ અને કોણ મુસલમાન એ નક્કી કરવું પણ આવનાર લોકોએ મુસીબત ભર્યો સામનો કરવો પડે છે

ત્યારે આવી આ નગરીમાં જ્યારે હિન્દુ ખવાસ નાતિના ઘરે જ્યારે પીર દાદા ના બેસણા હોય અને જ્યાં મુસ્લિમ લોકો પોતાની મનત સાથે ચૂકવતા હોય એવા મોટા પીર દાદા ની દરગાહ કે જ્યાંથી શરૂઆત કરીએ તો આ જ્ઞાતિના ઘરેથી મોહરમના ઝુલ ફીકાર નીકળે જેમાં જ્ઞાતિ જાતિનો કોઇપણ પ્રકારનો ભેદભાવ તમને ક્યાંય જોવાનો મળે એવી આ નગરી જ્યારે વઢવાણના આબોલ પીર ચોકમાં નવરાત્રીનો તહેવાર હોય તો હિન્દુત્વ ગરબા ગાય પરંતુ મુસ્લિમો માટે ટોપી નાખી અને ગરબા ગાતા હોય એવા અનેક બનાવો આ પાવન ધરતી વઢવાણ ખાતે જોવા મળે છે ત્યારે આજે વાત કરવી છે

વઢવાણ શહેરની વઢવાણ શહેરની ખમીરાત કાંઈક અલગ પ્રકારની જોવા મળે છે જ્યાં માનવી હળી મળી અને પ્રેમભાવથી અને ભાઈચારાથી રહે છે ત્યારે હાલમાં મુસ્લિમ ધર્મનો પવિત્ર અને અતિ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ બિરાદરો મોટી માત્રામાં રમજાન માસમાં રોજા રાખતા હોય છે આખો દિવસ ખુદા તાલાની ઈબાદત બંદગી અને રોજા રાખી અને જકાત ખેરાત સાથે આ માસમાં આ રીતે મુસ્લિમ પરિવારના લોકો રમજાન માસમાં રોજા રાખી અને ઈબાદત સાથે સાંજના સમયે રોજા ઇફતાર પણ કરતા હોય છે ત્યારે વઢવાણ શહેરમાં મનોજભાઈ ખોડીદાસ નામના યુવાન જ્યારે મુસ્લિમો તરાબી ની નમાજ પડવા માટે જાય છે

મસ્જિદોમાં જ્યાં મુસ્લિમો મસ્જિદોમાં નમાઝ અદા કરીને આવે તેવા સમયમાં પોતે કસ્બા શેરીના નાકે મોટું તપેલું ચડાવી અને ચા બનાવતો હોય અને તરાબીની નમાજ છૂટ્યા બાદ દરેક મુસ્લિમોને ચા આપવામાં આવતી હોય તેવા નજારો અને દાખલો કદાચ વઢવાણમાં જ જોવા મળતો હશે ત્યારે હાલમાં જ્યારે દેશમાં અનેક ગામોમાં જ્યારે કોમી દાવાનળ ફાટે છે રાજકીય લોકો રાજકીય રોટલા શેકવા માટે લઘુમતી સમાજને બદનામ કરવાની કોશિશ કરતા હોય છે ત્યારે આવા લોકોને વઢવાણ આવી અને વઢવાણ કસબા શેરી ના નાકા ઉપર તમને આ મનોજભાઈ દેખાય છે અને એના ઉપરથી વઢવાણ ની કોમી એકતા સાબિત કરી શકે છે ત્યારે હાલમાં વઢવાણ શહેરમાં આ રીતે કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું છે ત્યારે મનોજભાઈ ને કામગીરી જોઈને મુસ્લિમ બિરાદરો પણ તેને સારી કામગીરી કરતા હોવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.