Abtak Media Google News

બીજા અને ચોથા શનિવારે ડો. આશિષ શેઠની મળશે સેવા: ઢીલા સાંધાના ઓપરેશન બાદ નવો સાંધો ૧૦ થી ૧૨ વર્ષ સુધી દર્દીને બનાવે છે ટેન્શન મૂકિત: સાંધા-ગોઠણ-થાપાના દુ:ખાવાનું મુખ્ય કારણ જીવનશૈલી અને ખાનપાનની કુટેવો: નિષ્ણાંત ડો. આશિષ શેઠ ‘અબતક’ની મુલાકાતે

શહેરની અધતન શેલ્બી મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે સીનીયર અનુભવી ડો. આશિષ શેઠ (એન.એસ. ઘુંટણ તથા થાપા નિષ્ણાંત)ની સેવા મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારે ૧૧ થી ૧ ઉપલબ્ધ બનશે. અધતન હોસ્પિટલ અનિષ કિડની ડિસીઝ ઈન્સ્ટિટયૂટ, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુની સામે, રાજકુમાર કોલેજ, યાજ્ઞીક રોડ ખાતે આવેલી હોય જયાં ડો. આશિષ શેઠની સેવા મળશે.

Advertisement

વર્લ્ડ ઓથોરીટીસ ડે નિમિતે ‘અબતક’ પ્રેસની મુલાકાતે આવેલા સીનીયર અનુભવી ડો. આશિષ શેઠએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેરમાં શેલ્બિ હોસ્પિટલ દ્વારા હાડકા સાંધાના પેશન્ટ માટે સેવા ઉપલબ્ધ બની છે. ત્યારે સૌરાષ્ટ્રભરનાં તેમજ આજુબાજુ ગામડાઓનાં દર્દીઓને ઘૂંણ દુખાવા તેમજ સાંધાના દુ;ખાવાના ઓપરેશન માટે અમદાવાદ જેવી સીટીમાં જવુ નહી પડે અને રાજકોટમાં જ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહેશે.વધુમાં જણાવ્યું હતુ કે દરિયાની પટ્ટીનો વિસ્તાર જેમ કે દ્વારકા, દિવ, ઉના, સોમનાથ, પોરબંદરનાં દર્દીઓમાં સાંધાના દુખાવા માટેની અવેરનેસ હોતી નથી તેમજ પૂરતી સારવાર માટે ડોકટર સુધી પહોચી શકતા નથી ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓ પણ રાજકોટ ખાતે હાડકા સાંધાના દુ:ખાવા ઓપરેશન માટે સારવાર મેળવી શકશે.

જયારે કોઈ વ્યંકિત ઉમર ૫૦ વર્ષની આસપાસ હોય ત્યારે જૂનો સાંધો ઢીલો પડી ગયો હોય અને ગોઠણનું ઓપરેશન કરવામાં આવે ત્યારે તે સાંધો આશરે ૧૦ થી ૧૨ વર્ષ ચાલે ત્યારબાદ બીજો સાંધો બેસાડતા તે પણ તેટલો સમય ચાલે છે. આમ, દર્દી પુરી આયુષ્ય કોઈપણ જાતની મુશ્કેલી કે તકલીફ વગર સરળતાથી લાઈફ પસાર કરી શકે છે.

ડો. આશિષ શેઠ સાંધા ગોઠણ થાપાના દુ:ખાવાના મુખ્ય કારણ બાબતે જણાવ્યું હતુ કે છેલ્લા ૧૫ વર્ષથી લોકોની લાઈફ સ્ટાઈલ, ખાન પાનની ટેવોથી દર્દીનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત મેદસ્વિતા પણ મુખ્ય ભાગ ભજવે છે.

ગોંડલના ઘસારાથી વ્યકિતને અસધ્ય દર્દ થાય છે. ત્યારે આ દુ:ખાવાને અટકાવવો શકય નથી પરંતુ દુ:ખાવો ધીમો જરૂર પાડી શકાય છે. આ ઉપરાંત દવાઓ પણ નિયમિત લેવી જરૂરી છે. ખાસ કરીને આ પ્રકારનાં દર્દીઓએ જમીન પર ન બેસવું જોઈએ ઘૂંટનો દુ:ખાવો એ રોગ નથી પણ આયુષ્ય વધવાનું કારણ છે.

આજથી ૨૦ વર્ષ પહેલા ગુજરાતનાં દર્દીઓને ગોઠણ સાંધાની સર્જરી માટે બોમ્બે -ચેન્નઈ જવું પડતું જેની હવે અહી સારવાર થઈ શકશે. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દી આધુનિક ટેકનોલોજી થકી માત્ર ૮ થી ૧૦ કલાકમાં હરતાે ફરતો થઈ જાય છે.

૧૫ કરોડથી વધુ ભારતીયો ઘૂંટણની સમસ્યાઓથી પીડાય છે. જેમાંના ૪ કરોડને ઘૂંટણની ફેરબદલની જરૂર છે. જે સમાજ અને દેશ પર ભારે સ્વાસ્થ્યનો ભાર મૂકે છે.તેનાથી વિપરીત ચીનમાં, આશરે ૬.૫ કરોડ લોકો ઘૂંટણની સમસ્યાઓથી પીડાય છે. જે ભરતમાં અડધાથી ઓછા છે. ખરાબ, ભારતીયો વચ્ચે ઘૂંટણની સંધિવાની ઘટનાઓ પશ્ર્ચિમી રાષ્ટ્રોમાં મળતા કરતા ૧૫ ગણુ વધારે હોવાનું માનવામાં આવે છે.

વધુમાં ઉમેર્યું હતુ કો ભારતમાં સૌથી સામાન્ય સંધિવા વય સંબંધીત ડીજનરેટીવ આર્થરાઈટીસ છે. જેમાં કાર્ટીલેજની અદ્યોગતિ (વસ્ત્રો અને આંસુ)નો સમાવેશ થાય છે. અને ઘૂંટણ જેવા કોઈપણ સંયુકતને અસર કરી શકે છે. ભારતીય માદાઓમાં, ઘૂંટણની સમસ્યાઓનાં પ્રારંભની સરેરાશ ઉમર ૫૦ વર્ષ છે જયારે ભારતીય નરમાં તે ૬૦ વર્ષ છે માદાઓમાં રોગના શરૂઆતના પ્રારંભના કારણોમાં સ્થૂળતા અને નબળા પોષણનો સમાવેશ થાય છે. આશરે ૯૦% ભારતીય સ્ત્રીઓ વિટામીન ડીમાં અભાવ છે.

જે અસ્થિ ચયાપચયને નિયંત્રીત કરવામાં અેક મહત્વપૂર્ણ ઘટક છે. ભારતીય પરંપરાગત જીવનશૈલી ઘૂંટણની આરોગ્યને પણ અસર કરે સ્કવેટીંગ, બેઠેલી ક્રોસ લેગીંગ, ભારતીય શૌચાલયોનો ઉપયોગ અને વોકિંગ કરતી વખતે યોગ્યફૂટવેરનો ઉપયોગ ન કરતા ઘૂંટણની સંયુક અને તાણને પરિણામે પ્રવૃત્તિઓ જેવી પ્રવૃત્તિઓ. ઘૂટણની ઓથોપ્લાસ્ટીકમાં ઘણા નવા વિકાસો તાજેતરમાં વર્ષોમાં દર્દી વિશિષ્ટ સાધનો લિંગ વિશિષ્ટ ઘૂંટણ લઘુતમ આક્રમક સર્જિકલ તકનીકો અને કુલ ઘૂંટણન સ્થાનાતરણ કરવા માટે કમ્પ્યુટર્સનો ઉપયોગ જેવા તાજેતરમાં વર્ષોમાં કરવામાં આવ્યા છે જો કે, આ વધુ ખર્ચાળ છે અને પરિણામો સામાન્ય ઘૂંટણની સ્થાને કરતા વધુ સારરા હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તેમ અંતમાં અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.