Abtak Media Google News

 

10 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે બિનહરીફ ચૂંટાઈ તેવી શક્યતા: ‘પાયોલી એક્સપ્રેસ’ તરીકે ખ્યાતિ મેળવનાર પી.ટી ઉષા 11 એશિયન ગેમ્સ મેડલ જીતી ચુક્યા છે

 

પીટી ઉષાએ શનિવારે 26 નવેમ્બરે ભારતીય ઓલિંપિક એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાનું એલાન કર્યુ હતુ. આ ચૂંટણીમાં તેઓ બિનહરીફ ચૂંટાઈ તે બિલકુલ નક્કી જ છે. આગામી 10 ડિસેમ્બરના રોજ તેનું એલાન કરવામાં આવશે. એશિયમ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર અને ઓલિમ્પિકમાં ભારતની ઓળખ ઉભી કરનાર પીટી ઉષા ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. પીટી ઉષાએ ભારતીય ઓલિંપિક એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાનું એલાન કર્યુ હતુ. આ ચૂંટણીમાં તેમનો નિર્વિરોધ પસંદગી નક્કી જ છે. જે અંગેનું એલાન આગામી 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

એશિયન રમતોમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર 58 વર્ષીય ઉષા વર્ષ 1984ના ઓલિમ્પિકમાં 400 મીટરની દોડની ફાઈનલમાં ચોથા સ્થાને રહી હતી. પીટી ઉષા ભારતીય ઓલિંપિક એસોસિએશનના પહેલા મહિલા અધ્યક્ષ બની શકે છે. 10 ડિસેમ્બરે થનારી આ ચૂંટણીમાં હમણા સુધી પીટી ઉષા એક માત્ર ઉમેદવાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાની સમયમર્યાદા આજે 27 નવેમ્બરે ખત્મ થઈ ગઈ છે. જેથી પીટી ઉષાનું અધ્યક્ષ બનવુ નક્કી જ છે. આ સાથે જ રમત સંઘોમાં સૌથી ઉંચા પદ પર બેસનારા પૂર્વ ખેલાડીમાં પીટી ઉષાનું નામ પણ જોડાઈ જશે. હાલમાં ભારતના હોકી, ફૂટબોલ અને ક્રિકેટ સંઘોમાં પણ આવા ફેરફાર થયા છે.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશનએ ઓલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એથ્લેટિક મીટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને આ ઈવેન્ટ્સમાં ભારતીય ટીમોના સંચાલન માટે રમતવીરોની પસંદગી માટે જવાબદાર સંસ્થા છે. તે ટીમ ઈન્ડિયાના નામ સાથે રમે છે. તે ભારતીય કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન તરીકે પણ કામ કરે છે, જે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે રમતવીરોની પસંદગી માટે જવાબદાર છે. આ એસોસિએશનની શરુઆત વર્ષ 1920થી થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.