Abtak Media Google News

વિદ્યાર્થીઓ વિવિધ દેશનું પ્રતિનિધિત્વ કરતા ભવિષ્યના કલાઇમેન્ટ ચેન્જ વિષે ચર્ચા કરશે

ભારત સરકાર ની મહત્વાકાંક્ષી યોજના જી-20 માં દિલ્હીની યુવા મંથન સંસ્થા દ્વારા ભારતના દરેક રાજ્યોના યુવાનો સુધી મોડેલ G20 લઇ જવામાં આવી રહ્યું છે.

Advertisement

વી.વી.પી સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ  આર્કીટેક્ચરમાં આગામી તા. 26 જુનના રોજ મોડેલ જી-20 નું આયોજન થવા જઈ રહ્યું છે. વી.વી.પી. સંચાલિત સૌરાષ્ટ્ર-કચ્છની એકમાત્ર આર્કિટેકચર કોલેજ-ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરના

કર્મયોગ એકેડમીના ટીનેજર એકસ્પર્ટ રિચા ભગદેવ જી- 20 વિશે વધુ જણાવતા કહે છે કે ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ ખાતે પ્રાઈવેટ ઈન્સ્ટીટ્યુટમાં યોજાનાર આ સૌથી મોટુ મોડેલ જી-20 હશે. જેમાં   વિદ્યાર્થીઓ અલગ અલગ દેશનું પ્રતિનિધિત્વ કરતા ભવિષ્યના કલાઇમેન્ટ ચેન્જ  વિષે ચર્ચા કરશે.  આ ઉપરાંત મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સ અને ફોટોગ્રાફીનું કાર્ય હિમાદ્રી, હેમાત્રી, અર્થ, મયંક, વિવેક, ગૌરવ દ્વારા નિભાવવામાં આવશે. આ મોડેલ જી-20 યોજવાનો હેતુ બાળકોમાં આત્મવિશ્વાસનો સંચાર કરવાનો અને સંશોધન થકી વધુ સચોટ નિર્ણયો અને તારણો મેળવવા પ્રયત્નશીલ બનીને પોતાના કૌશલ્યને પારખીને ઈચ્છીત દિશા મેળવવાનો છે. મોડેલ જી-20ના આયોજનને સફળ બનાવવા માટે અંશભાઈ ભારદ્વાજ, રિચા ભગદેવ અને વી.વી.પી સંચાલિત ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ  આર્કિટેક્ચરના ફેકલ્ટી રિદ્ધિબેન શાહના માર્ગદર્શનમાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ કરી રહ્યા છે. G20 ની વધુ માહિતી માટે સંપર્ક: 97278 69968  જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.