કોળી સમાજના ખેલૈયાઓ માટે એક દિવસીય રાસોત્સવ જીવનભરનું બનશે સંભારણું

ચામુંડા ધામ ટ્રસ્ટ દ્વારા આયોજીત દાંડિયા રાસમાં બહોળી સંખ્યામાં રમશે ખેલૈયાઓ

સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે ચામુંડા ધામ ટ્રસ્ટ દ્વારા એક દિવસીય ભવ્ય દાંડીયા રાસનું આયોજન કરવામાં આવેલ છે. જેના આયોજકો તથા પ્રમુખ ‘અબતક’ મીડીયા હાઉસની મુલાકાતે આવેલ હતા. જેઓએ આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. જે તા.07/10ને શુક્રવારે યોજાનાર છે.

આ રાસોત્સવ આયોજકો અજયભાઇ ડાભી (પ્રમુખ), ડો.વિશાલભાઇ માયાણી, પ્રવિણભાઇ પાટડિયા, મયુરભાઇ કુકડીયા, ચિરાગભાઇ ડાભીએ ‘અબતક’ સાથે વાતચિતમાં સંપૂર્ણ આયોજનની માહિતી પૂરી પાડી હતી. આયોજનના ભાગરૂપે અદ્યતન સાઉન્ડ-સિસ્ટમ, કડક સુરક્ષા તથા બાળકો અને બહેનો માટે પૂરતી સુવિધાઓ સાથે કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ આયોજન છેલ્લા 8 વર્ષથી રાસોત્સવના નામથી સમસ્ત કોળી સમાજના ખેલૈયાઓ માટે યોજવામાં આવે છે. આયોજનમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સંત અમરગીરી બાપુ (ગરાળ) તથા કોળી સમાજના હૃદ્ય સમ્રાટ એવા ભાઇ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પરષોત્તમભાઇ ઓ. સોલંકી તથા કોળી સેના ગુજરાતના પ્રમુખ હીરાભાઇ સોલંકી તથા કોળી સેના ગુજરાતના યુવા પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકી તથા કોળી સેના ગુજરાતના સલાહકાર અને ગીર સોમનાથ, જુનાગઢ જીલ્લા પ્રમુખ દિપાબેન એમ.બાંભણીયા તથા સમસ્ત કોળી સમાજના રાજકીય, સામાજિક સંગઠનના પ્રમુખ, કર્મચારી મંડળ, કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

તા.07/10ને શુક્રવારના રોજ ધોળકીયા સ્કુલ સામે, બાલાજી હોલ પાછળ, 150 ફૂટ રીંગ રોડ ખાતે રાખવામાં આવેલ છે. સમગ્ર આયોજનમાં ખેલૈયાઓ માટે ટોકન દરે પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે મો.નં.9601277277 ઉપર સંપર્ક કરવાનો રહેશે.