Abtak Media Google News

વોરંટની બજવણી કરી અદાલતે યુવકને જેલ હવાલે કર્યો

શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં માવતરે રહેતી પરિણીતાને ચડત પોષણ નહીં ચુકવનાર ગોપાલનગરમાં રહેતા પતિને ૩૦ માસની સજાનો હુકમ કર્યો છે. વધુમાં શહેરનાં ગોપાલનગરમાં રહેતો કેતનભાઈ ધીરૂભાઈ ડોડીયાનાં લગ્ન ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા હિનાબેન સાથે થયેલા બાદ દંપતિ વચ્ચે મનમેળ ન થતા કેતનભાઈ સહિતનાં સાસરીયા દ્વારા ત્રાસ અપાતા હોવાથી ફોજદારી ફરિયાદ કરેલી અને સાથે સાથે ભરણ પોષણ મેળવવા કરેલી અરજીમાં અદાલતે ભરણપોષણ મંજુર કર્યું હતું. બાદ પતિ કેતનભાઈ ડોડીયાએ ભરણપોષણ ચુકવવા દરકાર ન કરતા પત્ની હિનાબેન દ્વારા ચડત ભરણ પોષણ રૂા.૧,૯૮,૫૦૦ની રકમ વસુલવા અરજી કરી હતી. અરજીનાં કામે બજવણી નહીં થવા દેવા પ્રયત્નો કરી સરનામા બદલાવી નવા સરનામાની જાણ કરી પોલીસ દ્વારા ઝડપી લઈ ફેમેલી કોર્ટમાં વોરંટથી પકડી રજુ કરતા અને પતિ કેતનભાઈને ફેમેલી કોર્ટે ૩૦ માસની સજા ફટકારતો હુકમ ફરમાવી કેતન ડોડીયાને જેલ હવાલે કરવા ફરમાન કર્યું છે. અરજદાર પત્નિ હિનાબેન કેતનભાઈ ડોડીયા વતી ગોંડલીયા એસોસીએટસનાં જયેન્દ્ર એચ.ગોંડલીયા તથા હિરેન ડી.લિંબડ, રાજેશ ડાંગર, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, વિરલ વડગામા, મૌલિક ગોધાણી, પિયુષ કોરીંગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કાજલબેન જી.ખસમાણી તથા કરણ ડી.કારીયા (ગઢવી) વકીલ તરીકે રોકાયેલ હતા.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.