Abtak Media Google News

કચ્છ પર અસર એર સાયકલોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાતમાં ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ: આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

અનરાધાર મેઘ મહેરની વાટ જોઈ રહેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. કચ્છ પર અપર એર સાયકલોનીક સરકયુલેશન સર્જાતા સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આવતીકાલથી સતત ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દરમિયાન મંગળવાર દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર કચ્છ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૨.૧ કિ.મી.થી ૩.૧ કિ.મી. ઉંચાઈ પર અપર એર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે ગુજરાત, સૌરાષ્ટ્ર, દિવ-દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં આગામી ૧૩ થી ૧૫ જૂલાઈ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં અતીભારે વરસાદની પણ સંભાવનાક જણાય રહી છે.

આજે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે ૧૩મી જુલાઈના રોજ ગુજરાત રિજીયન, સૌરાષ્ટ્ર અને દિવ, દમણ તથા દાદરાનગર હવેલી વિસ્તારમાં અમૂક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારે રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે જયારે શનિવારે પણ રાજયમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આજ રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે.

સ્ટેટ કંટ્રોલ ‚મના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે ૮ કલાકે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયનાં ૩૧ જિલ્લાનાં ૧૩૩ તાલુકાઓમાં વરસાદ પડયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહ્યું હતુ. ભ‚ચ જિલ્લાનાં અંક્લેશ્ર્વરમાં ૭૦ મીમી ભ‚ચમાં ૨૫ મીમી, હનસોટમાં ૩૧ મીમી નેત્રાંગમાં ૬૨ મીમી, ઝઘડીયામાં ૬૨ મીમી, વાગ્રામાં ૧૯ મીમી, વરસાદ પડયો હતો નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડામાં ૩૬ મીમી, ગૂ‚દેશ્ર્વરમાં ૪૧ મીમી, નાડોદમાં ૩૨ મીમી, સાગબારામાં ૧૪ મીમી, તિલકવાડામાં ૩૩ મીમી, સુરત જિલ્લા મહુવામાં ૧૩ મીમી, માંગરોળમાં ૨૦ મીમી ડાંગ જિલ્લાનાં વધઈમાં ૨૭ મીમી વરસાદ પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.