Abtak Media Google News

કોરોના વાયરસથી સમગ્ર વિશ્ર્વ પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય શાખા અને પોલીસ વિભાગ કોરોના વાયરસના સંક્રમણ ન ફેલાય તે માટે કામગીરીમાં હંમેશા સર્તક છે.
સરકારશ્રીની ગાઇડ લાઈન મુજબ વતન જવાની મંજુરી મળી ગયા બાદ ગીર સોમનાથ જિલ્લામા ફસાયેલા પરપ્રાંતિઓ અને શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ફસાયેલ ઉત્તરપ્રદેશના ૩૫૭ શ્રમિકોને બસ દ્રારા જૂનાગઢ રેલ્વે સ્ટેશન અને ત્યાં થી તેમને રેલ્વે દ્રારા વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. છત્તીસગઢના ૪૮ શ્રમિકો, રામેશ્ર્વર ૩૯, ઝારખંડ ૫૫, નેપાળ-૪૭ અને ઉના થી ઝારખંડના ૭૦ શ્રમિકોને સ્લીપીંગ બસો દ્રારા તેમના વતન રવાના કરાયા છે.
તમામ શ્રમિકોની આરોગ્ય શાખાની ટીમ દ્રારા આરોગ્યની ચકાસણી, સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તમામ શ્રમિકો માટે પીવાના પાણીની, નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદારશ્રી ચાંદેગરા અને એઆરટીઓ કારેલીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.