Abtak Media Google News

ભાજપે ગેરેન્ટી આપી હતી કે કંઈ નહીં થાય છતા મારી નોકરી જતી રહી: મને બચાવો: મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો

જામનગરના બીજેપીના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી અને જા.મ્યુ.કો.ના સસ્પેન્ડેડ ટીપીઓ જેવી સેદાણી સાથેની વાતચીતની ઓડિયો કલીપ વાયરલ થઈ છે અને સેદાણી પરત નોકરીમાં લેવાની વાત કરે છે અને ભ્રષ્ટાચારની વાત કરે છે.

Advertisement

જામનગરના પૂર્વમંત્રી અને વર્તમાન ધારાસભ્ય વસુબેન ત્રિવેદી અને સસ્પેન્ડ થયેલ ટાઉન પ્લાનિંગ ઓફિસર સેદાણી વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઈરલ થયેલ છે. જેને લઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓડીયો કલીપ મહત્વનો વિષય બન્યો છે. ધારાસભ્ય વસુબેન અને ઓફિસર સેદાણીની વાતચીતમાં ઓફિસર સેદાણીએ વસુબેનને જણાવ્યું હતું કે, તમારે કમિશનર સાથે વાત થઈ કે નહીં તેના જવાબમાં વસુબેને જણાવ્યું હતું કે કમિશનરને મારી સાથે વાતચીત થઈ છે કે પ્રમુખ પાર્ટી અધ્યક્ષે ના પાડી છે. ચુંટણી પછી બધુ થશે.

આ ઉપરાંત આ ઓડીયો વાતચીત દરમિયાન કોઈ હસમુખભાઈ વિશે વાતચીત થઈ હતી અને તે બદમાશ માણસ છે અને સેદાણી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મુકી તેના પર એકશન લેવા જણાવ્યું હતું. તેવી વાતોની ચર્ચા થઈ હતી અને હર્ષદ પટેલને હેન્ડ ટુ હેન્ડ ‚પિયા લઈ બ્લેક મેઈલ કરીને પંદર દિવસ પહેલા નિર્ણય લેવાયો હતો કે કમ્પલીશન બધાને આપવાનું ૧૨૦૦-૨૫૦૦ લેખે કોર્પોરેશનમાં પૈસા ભરવાના હતા અને કોઈને એક ‚પિયો પણ આપવાનો ન હતો પરંતુ સેદાણીએ વધુમાં ફોન પર જણાવ્યું હતું કે, જુનીયર એજમેર ૨૦ હજાર, દેસાઈ ૪૦ હજાર અને જોષી અઢી લાખ આ સિસ્ટમમાં પૈસા લઈ અત્યારે વસુબેન પંદર, વીસ કે પચાસ ફાઈલ વહિવટ કરીને લીધી છે.

વસુબેને આડકતરી રીતે પોતે બધી ઓફિસમાં ભાગીદાર તેવું જણાવ્યું હતું. સેદાણીએ પોતાનો બચાવ કરતા તેને સિસ્ટમમાંથી કાઢી મુકવા જણાવ્યું હતું. તમામ પ્રક્રિયામાં એકને જ દંડ શા માટે ? સેદાણીએ પોતે ભાજપના કાર્યાલય માટે ૧૦૦ ટકા કામ કરાવ્યું હોય અને પક્ષ સાથે રહી ભાજપનું કાર્યાલય શ‚ કરાવ્યું હોય આથી પક્ષે એકવાર કમીન્ટમેન્ટ પણ આપ્યું હતું કે તમને કંઈ જ નહીં કરે આ મુદે સેદાણી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ ઓડીયો કલીપ જુની છે.

આ મુદે સસ્પેન્ડ ઓફિસર સેદાણીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, જામનગર મહાપાલિકામાં ૩૨ વર્ષથી સર્વિસ કરતો હતો. છેલ્લા સમયગાળા દરમિયાન કાર્યપાલક ઈજનેર (ટાઉન પ્લાનીંગ, એસ્ટેટ અને ટીપીડીપી) વિભાગના વડા તરીકે ફરજ બજાવતો હતો. મારી સાથે ખુબ જ અન્યાયથી બનેલી સત્ય ઘટના આપની સમક્ષ રજુ કરવા માગું છું. જેમાં આપની પાસે અપેક્ષા રાખુ છું કે મને તટસ્થ રીતે મુલ્યાંકન કરી ન્યાય આપી ફરજ પર પરત લેવાની વિનંતી કરુ છું.

સને ૨૦૦૧માં કમિશનર હતા ત્યારે મને ટાઉન પ્લાનીંગ એસ્ટેટ તેમજ ટીપી, ડીપીનાકંટ્રોલીંગ અધિકારી તરીકે ફરજની ફાળવણી કરવામાં આવેલ હતી. સેદાણીને જનરલ બોર્ડમાં મંજુર થયેલ સેટઅપમાં કાર્યપાલક ઈજનેરની જગ્યા પર કમિશનર અનુપમ હતા ત્યારે નિમણુક આપવામાં આવેલ હતી. ત્યારબાદ કમિશનર તરીકે હર્ષદ પટેલ આવ્યા. મારી સાથે મને યેનકેન પ્રકારે છેલ્લે બ્લેકમેઈલ કરીને પણ ટાઉન પ્લાનીંગની કામગીરીમાંથી કેસ મેરીટ પ્રમાણે ખુબ જ મોટી રકમ તેમને આપવી તેવી ફરજ પાડતા હતા. આ દરમ્યાન મીનીસ્ટર તરીકે વસુબેન ત્રિવેદી હોદો ધરાવતા હતા. તેઓ સાથે સંકલનમાં રહીને તેઓને પણ સમયઅંતરી વિભાગ દ્વારા થતી કામગીરીમાંથી ચોકકસ રકમ પુરી પાડવામાં આવતી હતી.

હાલમાં ઓપરેટ ઓથોરીટી સ્ટેન્ડીંગ કમિટી છે. જેથી મેં એક વર્ષથી કમિશનરના ઓર્ડર સામે અપીલ કરેલ છે પરંતુ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હસમુખભાઈ હિંડોચાને તથા ચેરમેન તેમજ જે-તે સમયે વસુબેન મિનીસ્ટર હતા તેને ‚બ‚ રજુઆત કરવા છતા આજના દિવસ સુધી મારી ફાઈલ સ્ટેન્ડીંગ કમિટીમાં પેન્ડીંગ છે. જેથી નાછુટકે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર સંબંધે પુરાવા સહિત આપની પાસે રજુઆત કરવા મારે આવવું છે.

આ તમામ વિગતો જેવા અનેક કિસ્સાઓ હું જાણુ છું તેમજ તેનો ભાગ પણ છું. પરંતુ મારે આપની સમક્ષ સરકારી ગવાહ બની વાસ્તવિક પરિસ્થિતિ આપના ધ્યાનમાં મુકવા માંગુ છું જેવી મુખ્યમંત્રીની ઉનુકુળતાનો કિંમતી સમય ફાળવવા સેદાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.