Abtak Media Google News

ભેંસાણ, મેંદરડા, વંથલી, ગીર-ગઢડા, કોડીનારમાં દોઢ ઈંચ: જૂનાગઢ, તાલાલા અને વડિયામાં સવા ઈંચ, ભાવનગરમાં એક ઈંચ વરસાદ

ગુજરાત પર એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થતા છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં અનરાધાર ૪ ઈંચ અને રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં અઢી ઈંચ વરસાદ થતા ખેડુતોમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી હતી. આગામી ૧૬મી જુલાઈ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Advertisement

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૯ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં ૨૧૫ મીમી પડયો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ મંગળવારે હેત વરસાવ્યું હતું. જુનાગઢ જીલ્લાના ભેસાણમાં ૪૧ મીમી, જુનાગઢમાં ૩૦ મીમી, કેશોદમાં ૪ મીમી, માળીયા હાટીનામાં ૭ મીમી, માણાવદરમાં ૧૦ મીમી, મેંદરડા અને વંથલીમાં ૩૮ મીમી, ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં ૪૦ મીમી, કોડીનારમાં ૪૦ મીમી, સુત્રાપાડામાં ૮ મીમી, તાલાલામાં ૩૧ મીમી, ઉનામાં ૧૯ મીમી અને વેરાવળમાં ૩ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. અમરેલી જિલ્લાના વડીયામાં ૩૩ મીમી, બગસરામાં ૯ મીમી, ધારીમાં ૮ મીમી, ભાવનગર જીલ્લાના ભાવનગર શહેરમાં ૨૪ મીમી, ઘોઘામાં ૧૨ મીમી, બોટાદ જિલ્લાના રાણપુરમાં ૧૩ મીમી, બરવાળામાં ૯ મીમી, રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ૬૨ મીમી, ધોરાજીમાં ૧૨ મીમી, લોધીકામાં ૭ મીમી, જામનગર જિલ્લાના જામજોધપુરમાં ૧૧ મીમી, પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૮ અને પોરબંદરમાં ૧૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગરમાં અમુક સ્થળે અતિભારે વરસાદ પડી શકે

દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાર્યું છે સાથો સાથ પાકિસ્તાન સાથે જોડાયેલા દક્ષિણ રાજસ્થાનના અમુક ભાગોમાં સાયકલોનીક સરકયુલેશનની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત પૂર્વ પશ્ચીમ શેર ઝોનમાં પણ ચોમાસું સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આજે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, દાહોદ, પંચમહાલ, દમણ, દાદરાનગર હવેલી, ખેડા, જુનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને દિવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં જયારે શનિવારના રોજ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દિવ જયારે ૧૫મી જુલાઈના રોજ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને ૧૬મી જુલાઈના રોજ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલી તથા દિવમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. રાજયમાં એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થઈ છે સાથો સાથ ચોમાસું પણ પુરજોશમાં સક્રિય હોય ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમો સક્રિય થઈ ગઈ છે અને સ્ટેન્ડ બાય રહેવા સુચના આપી દેવામાં આવી છે.

ડેમમાં અર્ધા ફૂટ નવા નીરની આવક

રાજકોટ સહિતના કેટલાક જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ ન થવાના કારણે જળાશયોમાં હજી નોંધપાત્ર નવા નીરની આવક થવા પામી નથી. વરસાદ ખેંચાતા ખેડુતોમાં ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે ત્યારે આશાનું કિરણ જાગ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટની ભાગોળે આવેલા ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું હોવાનું સિંચાઈ વિભાગે જણાવ્યું છે.

આ ઉપરાંત મચ્છુ-૩ ડેમમાં પણ ૦.૧૦ ફુટ પાણીની આવક થવા પામી છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષવામાં થોડા ઘણા અંશે મદદ‚પ થતા અને ૨૦.૭૦ ફુટે ઓવરફલો થતા ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવું ૦.૨૯ ફુટ પાણી આવ્યું છે. ડેમની સપાટી ૬.૨૦ ફુટે પહોંચી જવા પામી છે અને હાલ ડેમમાં ૭૪ એમસીએફટી પાણી સંગ્રહિત છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા અન્ય એક પણ જળાશયમાં આજસુધી નવું એક ટીપુ પણ પાણી આવ્યું નથી.

બારડોલીમાં ૯, ચિખલી, ધરમપુર, વઘઈ અને બોરસદમાં ૮ ઈંચ વરસાદ

રાજયભરમાં ચોમાસું સક્રિય: ૧૬૨ તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. દક્ષિણ ગુજરાત પર આ વખતે મેઘરાજાએ સવિશેષ હેત દાખવ્યું છે. ગઈકાલે સુરતના બારડોલીમાં અનરાધાર ૯ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી હતી. આ ઉપરાંત ચીખલી, ધરમપુર, વઘઈ, બોરસદમાં ૮-૮ ઈંચ વરસાદ પડયો હતો.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે પણ તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સુરતના બારડોલીમાં ૨૧૫ મીમી, નવસારીના ચીખલીમાં ૨૦૭ મીમી, વલસાડના ધરમપુરમાં ૨૦૪ મીમી, ડાંગના વઘઈમાં ૨૦૩ મીમી, આણંદના બોરસદમાં ૧૯૮ મીમી, નવસારીના ખેર ગામમાં ૧૮૩ મીમી, નવસારીમાં ૧૭૫ મીમી, જલાલપોરમાં ૧૬૪ મીમી, વસોમાં ૧૫૯ મીમી, વ્યારામાં ૧૫૩ મીમી, તારાપુરમાં ૧૫૧ મીમી, સોજીત્રામાં ૧૪૬ મીમી, ડોલવાણમાં ૧૪૬ મીમી, વાસંદામાં ૧૩૩ મીમી, પેટલાદમાં ૧૩૨ મીમી, વાલોદમાં ૧૨૬ મીમી, ગણદેવીમાં ૧૨૫ મીમી, અંકલાવમાં ૧૧૮ મીમી, વલસાડમાં ૧૧૫ મીમી, મહુવામાં ૧૦૨ મીમી, સાનખેડામાં ૧૦૦ મીમી, ડાંગમાં ૯૫ મીમી, વિસાવદરમાં ૯૩ મીમી, છોટા ઉદેપુરમાં ૯૩ મીમી, માંડવીમાં ૯૦ મીમી, વડીયામાં ૮૯ મીમી, કપરારામાં ૮૭ મીમી, આણંદમાં ૮૫ મીમી, ભલાસણામાં ૮૧ મીમી, માતરમાં ૮૦ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.