Abtak Media Google News

રજપૂત ખવાસ સમાજના તેજસ્વી યુવાનો યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં ઉત્કૃષ્ટ તૈયારી કરે તે માટે ટુંક સમયમાં વર્ગો શરુ કરાશે: સમાજના યુવા કાર્યકરો અબતકને આંગણે

દેશળદેવ યુવા એજયુકેશન  ટ્રસ્ટ રાજકોટ દ્વારા ખવાસ રાજપુત સમાજ ના સામાજીક વિકાસને ઘ્યાનમાં રાખીને ભવિષ્યમાં શિક્ષણ અને રોજગાર મહત્વના હોય તે માટે હંમેશા કાર્યરત રહે છે દર વર્ષેની જેમ આ વર્ષે પણ દેશળ ભગતના સાનિઘ્યમાં રવિવારના રોજ હરીવંદના કોલેજ પરિવાર (મુંજકા) દાંતા ડો. મહેશભાઇ ચૌહાણ તથા સર્વેસ્વરભાઇ ચૌહાણના શુભ હસ્તે ખવાસ રજપુત સમાજના વિઘાર્થીઓને નિ:શુલ્ક બુક-ચોપડા વિતરણ કરવામાં આવશે મોંધવારીના સમયમાં આર્થિક રીતે નબળા કરવામાં આવશે મોંધવારીના સમયમાં આર્થિક રીતે નબળા ઘરને ઉપયોગી થઇ શકે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વધુ જણાવતા દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટના કાનાભાઇ ચૌહાણે કહ્યું છે અમારા સમાજના લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે. અને અમારા સમાજના તેજસ્વી યુવાનો યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરી ઉત્કૃષ્ટ પરિણામ લાવે તે માટે ટુંક સમયમાં વર્ગો પણ શરુ કરવાનાં આવશે. આ ચોપડા વિતરણમાં એક વિઘાર્થીને પાંચ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે. ચોપડાનું વિતરણ કરાશે ચોપડા લેવા માટે વિઘાર્થીઓએ પોતાની અસલ માર્કશીટ સાથે હાજર રહેવાનું આશરે પ૦૦ વિઘાર્થીઓને ચોપડાનો લાભ મળશે.

આ તકે આયોજકોએ અબતકને આંગણે આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ ચૌહાણ, સાવનભાઇ રાઠોડ, દેવસિંહભાઇ પરમાર, રુપેશભાઇ પરમાર, પિન્ટુભાઇ પરમાર, મહેન્દ્રભાઇ ચૌહાણ, રાહુલભાઇ મકવાણા, સંદીપભાઇ જાદવ, અક્ષયભાઇ જાદવ, ધવલભાઇ ચૌહાણ, કેવીનભાઇ ચૌહાણ, રવિભાઇ રાઠોડ, પ્રકાશભાઇ રાઠોડ, શનિ રાઠોડ, રીકુંજ સરવૈયા, સતયજીત પરમાર, હાર્દિક મકવાણા, હાર્દિક સિંધવ, અનિલ ચૌહાણ વિગેરે સભ્યોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.