Abtak Media Google News

 

Website Template Original File1 35

                જાયન્ટસ ગ્રુપ ગાંધીધામ સાહેલી દ્વારા આદિપુરમાં આવેલા બલદાણીયા ક્લિનિકમાં ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું  હતું . જાયન્ટસ વિકના પ્રથમ દિવસ -17- 9-2023 ના રોજ માં ભારતના સુપુત્ર અને ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્ર મોદીજી સાહેબના જન્મદિવસ અને જાયન્ટસ વીકની ઉજવણીની શરૂઆત ફ્રી મેગા કેમ્પથી કરવામાં આવી હતી .

આદિપુરમાં આવેલા બલદાણીયા ક્લિનિકમાં હાડકાના રોગોનો અને ચામડીના રોગોનો ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો.આ કેમ્પમાં હેલ્થ ઓફિસર, ડો. દિનેશ સુતરીયા તથા વોર્ડ નંબર 1ના અગ્રણી વેલજીભાઈ આહીર, એડવોકેટ જયદીપસિંહ તથા સેવા આપતા ડોક્ટરો દ્વારા દીપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો .

Screenshot 5 4

આ કેમ્પમાં હાડકાના રોગના નિષ્ણાંત ડો.જીમિત મીરાની  ચામડી રોગના નિષ્ણાંત ડો.રોહિત સોમૈયાએ સેવા આપી હતી. આ કેમ્પમાં 127 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં (BMD)હાડકાની તપાસ ફ્રી કરવામાં આવી તથા ફ્રી એક્સ રે ના રિપોર્ટ પણ કરી આપવામાં આવ્યા હતા. આ કેમ્પ માં ડો. માનસી પીઠડીયા એ સેવા આપી હતી.આ કેમ્પ નું આયોજન બલદાણીયા ક્લિનિકના ડોક્ટર નિકુંજ બલદાણીયા ના સહયોગથી કરવામાં આવ્યો હતો.

Screenshot 3 8
મહેમાનો તથા ડોક્ટરોનું સ્વાગત પ્રમુખ ઈશાની બેન ગોસ્વામી તથા યુનિટ ડાયરેક્ટર અસ્મિતાબેન બલદાણીયા તથા વી પી શ્રી બેન આહીર તથા ખજાનચી ગીતાબેન બલદાણીયા દ્વારા કરવામાં આવ્યુ.પ્રમુખ ઈશાનીબેન દ્વારા ડૉક્ટરોનો આભાર માનવામાં આવ્યો.

Screenshot 4 9

આ કેમ્પ માં મુકેશ ચાવડા,જીતુભાઈ તથા રમેશ આહીર,અનીશ તુરીયા,ફારુક મલક,હિતેશ આહીર,દક્ષા પરમાર,દીપ આહીર, આ સર્વેએ ફ્રી નિદાન કેમ્પમાં સેવા આપી હતી.

 

 ભારતી માખીજાણી

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.