Abtak Media Google News

હેમુગઢવી મિનિ હોલ ખાતે યોજાયો સમારોહ: બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ

શહેરની જાણીતી સામાજીક સેવાકીય સંસ્થા ફીડમ યુવા ગ્રુપ દ્વાર વિવિધ ક્ષેત્રે ઉત્તમ
સેવા આપનારા સમાજ શ્રેષ્ઠીઓને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.

Freedom-Youth-Group-Honors-Social-Excellence
freedom-youth-group-honors-social-excellence

હેમુગઢવી મીની હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અધિક પોલીસ કમિશ્નર અજય ચૌધરી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ મહાનુભાવોના હસ્તે સમાજ શ્રેષ્ઠીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમાં સમાજશ્રેષ્ઠીઓ ઉપરાંત સ્કુલના બાળકોને શૈક્ષણીક કીટનું પણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતુ આ તકે મોટી સંખ્યામાં આમંત્રીતો, બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ ભાગ્યેશ વોરા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.