Abtak Media Google News

રાજ્યમાં વિવિધ પ્રકારનાં ફળો જોવા મળે છે. હવે તો વિદેશનાં ફળો પણ આપણે ત્યાં વેચાતાં યાં છે. જેમાં ઍવાકાડો, કિવિ, થાઇલેન્ડનાં તરબૂચ, પપૈયાં, સફરજન જેવાં ફળોનો લોકો વધુ ઉપયોગ કરતા યા છે. જ્યારે આ વર્ષે ડેગ્રોન નામના ફળનો વધારો યો છે. મલેશિયા અને થાઇલેન્ડમાં વધુ જોવા મળતું આ ફળ થોરની વનસ્પતિમાંથી ખોરાકના ઉપયોગમાં લેવાતું એકમાત્ર ફળ છે જે હવે ગુજરાતમાં પણ ઊગે છે. કાંટાવાળા થોર પર ઊગતા આ ફળમાં કાંટા ની હોતા. આ ફળ કચ્છમાં વધુ ાય છે. ૧૫૦ થી ૩૦૦ ગ્રામ જેટલુ વજન ધરાવતાં આ ફળ ત્રણ પ્રકારનાં હોય છે. એક લાલ વચ્ચે સફેદ ગર. બીજું, લાલ છાલ-લાલ ગર અને ત્રીજું પીળી છાલ-સફેદ ગર. આ ફળમાં તકમરિયા જેવાં અસંખ્ય ઝીણાંઝીણાં કાળા રંગનાં બીજ હોય છે. ફળની વનસ્પતિમાં પણ ફૂલ આવે છે જે રાત્રે ખીલી સવારે કરમાઇ જાય છે. કેકેટસી કુળના ડ્રેગોન ફળનું બોટનિકલ નામ હાયલોસિરસ અને સ્ટેનોસિરસ છે. જે સ્વાદે ગળ્યા અને ખાટા હોય છે. ડો.નફીસાનાએ જણાવ્યું હતું કે આ ફળ અનેક પોષકતત્ત્વો અને વિટામિન્સી ભરપૂર છે જેમાં વિટામિન સી અને લાયકોપિન નામનું રંજકદ્રવ્ય હોય છે. જે પ્રોસ્ટેટ કેન્સરને વધતું અટકાવે છે. આ ઉપરાંત આ ફળમાં રહેલાં તત્ત્વો વા, હૃદયના રોગ, ડાયાબિટીસ અને અસ્મા જેવા રોગમાં પણ ફાયદાકારક છે. બજારમાં આ ફળ ૪૫થી ૭૫ રૂપિયાના ભાવે મળે છે.

કેન્સરનું નિદાન કરી શકે તેવી ચ્યુઈંગ ગમ શોધાઈ

શરીરમાં કેન્સરના કોષો છે કે નહીં તે તપાસ કરવાનું ધીમે ધીમે સરળ બનાવવા માટે જાતજાતના પ્રયોગો ાય છે. હવે બાયોપ્સી, લોહી કે લાળની તપાસ કરવાની જરૂર ન રહે એવી શોધ એક બાયોટેક કંપનીએ કરી છે. અમેરિકન કંપનીએ ૧૫ મિનિટ સુધી મોંમાં ચગળવાની હોય તેવી ચ્યુઈંગ ગમ શોધી છે. આ ચ્યુઈંગ ગમ પેઢા, શ્વાસોશ્વાસ અને લાળમાંી ઉડ્ડિયનશીલ તત્ત્વોને શોષી લે છે અને તેમાં રહેલા કેમિકલ્સનું પરીક્ષણ કરીને લેબોરેટરીમાં નક્કી ઈ શકે છે કે વ્યક્તિના શરીરમાં કેન્સરના કોષો છે કે નહીં. ચ્યુઈંગ ગમમાં ચોટેલા ખાસ પ્રકારના કેમિકલની તપાસ કરવા માટે વિશિષ્ટ પ્રકારની મશિનરી અને નિષ્ણાતોની જરૂર પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.