Abtak Media Google News

મોદી સ્કૂલ દ્વારા ઉજવાયો સાઈકલ ડે: ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ૮૦૦થી વધુ શિક્ષકો સાઈકલ લઈને પહોંચ્યા શાળાએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદુષણમુકત ભારતનો લક્ષ્યાંક મૂકયો છે,. આ વર્ષના બજેટમાં પણ પ્રદુષણ મુકત ભારતનો સમાવેશ કરાયો છે. આ બાબતને ભાવિ પેઢીએ ગંભીરતા પૂર્વક લીધી છે તેવું સ્પષ્ટ પણે કહી શકાય. મોદી સ્કૂલના તમામ બાળકોએ ઈંધણ બચાવવા સાઈકલ ડેની ઉજવણીના ભાગરૂપે તેઓ શાળાએ સાયકલ લઈને પહોચ્યા હતા આ પ્રવૃત્તિમાં મોદી સ્કુલના શિક્ષકોથી માંડીને ટ્રસ્ટી સહિતના લોકોએ હોંશે હોંશે સાથ પુરાવતા તેઓ પણ શાળા ખાતે સાઈકલ લઈને પહોચ્યા હતા. મોદી સ્કુલની રાજકોટની તમામ શાખાઓના આશરે ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ તથા ૮૦૦થી વધુ સ્ટાફ કર્મચારીઓ પણ શાળાએ સાઈકલ લઈને પહોચ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ, શિક્ષકોએ સાઈકલ રેલીનું આયોજન કર્યું હતુ. જેમાં પાણક્ષ અને ઈંધણની બચત કરોનો સંદેશો પાઠવ્યો હતો.

Advertisement
Future-Generations-Worry-About-Indias-Future
future-generations-worry-about-indias-future

આજે વધુ પડતા ઈંધણના ઉપયોગ સામે ‘સાઈકલ ડે’ ઉજવવો ખૂબજ જરૂરી: વિદ્યાર્થીની

Future-Generations-Worry-About-Indias-Future
future-generations-worry-about-indias-future

મોદી સ્કુલની વિદ્યાર્થીનીએ આ વિશે જણાવતા કહ્યું હતુ કે, વધી રહેલા પ્રદુષણ અને ઈંધણના વધી રહેલા ઉપયોગથી સર્જાતી ઉણપને ધ્યાને લઈએ તો ‘સાઈકલ ડે’ ઉજવવો ખૂબ જરૂરી છે. તથા વર્ષમાં ફકત એક જ દિવસ નહી પરંતુ બને તેટલો વધારે સાઈકલનો ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે.

નજીકના સ્થળે જવા માટે શકય હોય તો સાઈકલનો ઉપયોગ કરવો: વિદ્યાર્થીની

Future-Generations-Worry-About-Indias-Future
future-generations-worry-about-indias-future

મોદી સ્કુલની વધુ એક વિદ્યાર્થીનીએ લોકોને અપીલ કરતા કહ્યું હતુ કે, નજીવા સ્થળે જવા માટે બને તો સાઈકલનો ઉપયોગ કરવો જોઈએ જેથી ઈંધણની બચત થાય અને પ્રદુષણ પણ ઓછુ થાય. આજે અમે આ સાઇકલ રેલી થકી લોકોને પણ એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે સાઇકલ ચલાવવાથી ઇંધણ પણ બચશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સાઈકલનો વધુ પડતો ઉપયોગ કરી ઈંધણ બચાવવું સમયની માંગ: વિદ્યાર્થીની

Future-Generations-Worry-About-Indias-Future
future-generations-worry-about-indias-future

શાળાની એક વિદ્યાર્થીનીએ ભવિષ્યની ચિંતા કરતા જણાવ્યું હતુ કે, હાલ જે રીતે ઈંધણોનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે, ભાવિ પેઢીને ઈંધણ પ્રાપ્ત થાય તેની શકયતાઓ ખૂબજ ઓછી છે. જેના પગલે હાલ આપણે તકેદારી રાખવી જોઈએ અને સાઈકલનો વધુ ઉપયોગ કરીને ઈંધણ બચાવવું જોઈએ.

‘ઈંધણ બચાવો’નો સંદેશ લોકો સુધી પહોચાડવાનો મુખ્ય ઉદેશ્ય: નિલેશ સેંજલીયા

Future-Generations-Worry-About-Indias-Future
future-generations-worry-about-indias-future

નિલેશ સેંજલીયા પ્રિન્સીપાલ, મોદી સ્કુલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, દિવસે દિવસે ઈંધણનો ભાવ વધી રહ્યો છે. જેના કારણે ઈંધણ બચાવોનો સંદેશ લોકો સુધી પહોચે તેવા ઉદેશ્ય સાથે ‘સાઈકલ ડે’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોદી સ્કુલના વિદ્યાર્થીઓ, શિક્ષકોએ રાજકોટના રાજમાર્ગો પર સાઈકલ રેલીનું આયોજન કર્યું છે. મોદી સ્કુલના ૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ૮૦૦થી વધુ શિક્ષકોએ આ અભિયાનમાં ભાગ લીધો છે.

આ ઉજવણી થકી ‘પ્રદુષણ મૂકત ભારત’નો સંદેશો આપ્યો છે : વિદ્યાર્થી

Future-Generations-Worry-About-Indias-Future
future-generations-worry-about-indias-future

આ તકે શાળાના વિદ્યાર્થીએ કહ્યું હતુ કે હાલ ઈંધણનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. જેનાથી પ્રદુષણ ફેલાય છે. વળી પૂરતા ઈંધણનો જથ્થો પણ નથી જેના કારણે આજે અમે ‘સાઈકલ ડે’ની ઉજવણી કરી છે. તથા ‘ઈંધણ બચાવો’ અને ‘પ્રદુષણ મૂકત ભારત’નો સંદેશો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.