Abtak Media Google News

રાજકોટ ચેમ્બર, ટેક્ષ કન્સલટન્ટ સોસાયટી તથા એન્જિનિયરીંગ એસો.ના સંયુક્ત ઉપક્રમે બજેટ અંગે વકતવ્ય યોજાયું

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, રાજકોટ ટેક્ષ કન્સલટન્ટ સોસાયટી તથા રાજકોટ એન્જિનીયરીંગ એસો.ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ એન્જિનીયરીંગ  એસો.ના સંયુકત ઉપક્રમે રાજકોટ એસો.ના ઓડીટોરીયમ હોલ ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૧૯-૨૦ અંગે ગુજરાતના અગ્રણ્ય જાણીતા કરવેરા સલાહકાર મુકેશભાઈ દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને પોતાની આગવી શૈલી તથા સરળ ભાષામાં બજેટ વિશે જાણકારી-માર્ગદર્શન આપેલ.

Advertisement

બજેટનું વિશ્ર્લેષણ કરતા મુકેશભાઈએ જણાવેલ કે રાજકોટ શહેર સો ૫૨ વર્ષનો નાતો છે અને ૪૦ જેટલા અંદાજપત્રો ઉપર વકતવ્ય આપ્યા છે. બજેટ રાષ્ટ્રના ભાવિ સાથે સંકળાયેલ છે. આ વખતે બે બિલ રજૂ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં વચગાળાનું ઈન્ટ્રીમ બજેય રજૂ કરવામાં આવ્યું. ઈતિહાસમાં પ્રથમ વખત મહિલા દ્વારા ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે રૂા.૫ લાખથી ઓછી કરપાછ આવક હોય તો ઝીરો ટેક્ષ રાખેલ છે પણ રીટર્ન ફાઈલ કરવું ફરજીયાત છે. ભારત ૨૦૨૨માં આજાદીના ૭૫ વર્ષ ઉજવશે તે દરમ્યાન દરેકને પોતાના ઘરના ઘરનું સપનું સાકાર કરશે. એફોર્ડેબલ હાઉસીંગમાં ૪૫ લાખથી વધારે ઘરની કિંમત ન હોય અને ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશન પાસેથી લોન લીધેલ હોય તો તેને ૨ લાખ તથા વધારાના ૧.૫૦ લાખના લોન પર વ્યાજમાં રાહતની જોગવાઈ કરેલ છે. ૧લી એપ્રીલ ૨૦૧૯ થી ૩૧ માર્ચ ૨૦૨૩ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ઈલેકટ્રીક વાહન ખરીદે તો તેના ઉપર લીધેલ લોનના વ્યાજમાં પણ ૧.૫૦ લાખ સુધીની રાહતની જોગવાઈ કરેલ છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ દરમ્યાન જેઓનું ટર્નઓવર ૪૦૦ કરોડથી વધુ ન હોય તેવી તમામ કંપનીઓને ૨૫%ના રાહત આવકવેરા દરનો લાભ મળશે. અમીરોની આવક ઉપર સરચાર્જમાં વધારો કરાયેલ છે જેમાં ૨ કરોડ કે ૫ કરોડથી વધારે આવક હોય તો ૩ થી ૫ ટકાના સરચાર્જની જોગવાઈ કરેલ છે. તમામ ભારતીયો પાસે આધારકાર્ડ છે ત્યારે કરદાતાઓની સરળતા માટે હવે આધાર લીંક કર્યા વગર પણ રીટર્ન ફાઈલ કરી શકાશે.

ત્યારબાદ પ્રશ્ર્નોતરી રાખવામાં આવેલ જેમાં લોકો દ્વારા પુછાયેલ પ્રશ્ર્નોના મુકેશભાઈએ સુંદર રીતે જવાબો આપી પ્રશ્ર્નોને સમજાવવાના પ્રયત્નો કરેલ હતા. કાર્યક્રમનું સંચાલન રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના મંત્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ તથા રાજકોટ એન્જિનીયરીંગ એસો.ના મંત્રી યશભાઈ રાઠોડ દ્વારા આભાર પ્રસવ કરવામાં આવેલ.

When India Celebrates 75 Years Of Independence In 2022, Everyone Will Get A Home: Tax Adviser Mukesh Patel
When India celebrates 75 years of Independence in 2022, everyone will get a home: Tax adviser Mukesh Patel

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.