Abtak Media Google News

તમે નોર્મલ ટાયર તો બહુ જોયા હશે પરંતુ આ ટાયરને જોઇ તમે પણ કહેશો વાહ ભાઇ….ટાયરની ખાસિયત એ છે કે  એ સપ્પટ સીડી ચડી જાય છે. એટલું જ નહિ અને બે હિસ્સામાં વિભાજીત પણ થઇ શકે છે. આ ટાયર એટલું સ્માર્ટ છે કે પોતે જાતે જોડાઇ શકે છે અને નીકડી પણ શકે છે. એવું પણ થઇ શકે છે એ ટાયર ગાયબ જ થઇ જાય સાંભળીને વિશ્ર્વાસ નથી આવતો ને….?

આ ટાયર માર્કેટમાં નથી આવ્યું પરંતુ એવું જઇ શકે છે ભવિષ્યમાં એ તમારી જીંદગીનો હિસ્સો બની જાય. એમાં એવું છે કે હેનકુક ડિઝાઇન ઇનોવેશન પ્રોેજેક્ટ અંતર્ગત એવા ટાયર બનાવવાનું કામ કરવામાં આવે છે. જેના માટે દુનિયાભરની ઓટોમોબાઇલ અને સ્ટાર્ટઅપ્સએ ઇનોવેટીવ ટાયર્સ બનાવવા માટે ડિઝાઇન દર્શાવી હતી. જેમાંથી પાંચ ડિઝાઇનને સૌથી સારી ગણાવી હતી.

જેમાં પહેલી બે ડિઝાઇન ‘મેઘફ્લોટ’ અને ‘ફ્લેક્સઅપ’ છે જેને રિઆલિસ્ટીક માનવામાં આવી છે. અને તેના પર કામ પણ શરુ કરી દેવાયું છે એ સિવાય રેસિંગ માટે ‘શિફ્ટ્રેક’ અને પર્સનલ ટ્રાન્સપોર્ટેશન માટે ‘આઇ પ્લે’ને સૌથી સાુર ગણાવ્યું છે આ ઉપરાંત ‘ઓટો બાઇક’ને પબ્લિક શિફ્ટે્રક ટાયરને રેસિંગ  અને હેવી ટ્રાન્સપોર્ટેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે. જેમાં ટાયર બે ભાગમાં વિભાજીત થઇ શકે છે જે શાર્યટર્ન માટે અને ઓવરટેકિંગ દરમિયાન ગાડીનું બેલેન્સ રાખવામાં હેલ્પ કરે છે. જ્યારે ફ્લેક્સ અપને પર્સનલ ટ્રાન્સપોર્ટેશન માટે ટેકનીકલી સૌથી શ્રેષ્ઠ ગણાવ્યું હતું એ સીડી ચડવાની સાથે-સાથે સાંકળી ગલીઓમાં પણ સ્મુધલી ચાલી શકે છે.

દરેક ડિઝાઇનની પોતપોતાની ખાસિયત છે આમ આ દરેક વિશિષ્ઠ પ્રકારનાં ટાયર ભવિષ્યમાં ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે. અને એવું પણ બને કે ભવિષ્યના દરેક વાહનનો અવિભાજ્ય ભાગ પણ બને

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.