Abtak Media Google News

ગોંડલમાં જિનીંગ મીલ, વાડીમાં અને વાસાવડમાં જુગારધામ પર ત્રાટકતી પોલીસ: રૂ.૩.૩૬ લાખનો મુદામાલ કબજે

રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામવા જિલ્લા પોલીસ વડા બલરામ ઝીણાએ આપેલી સુચનાને પગલે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સ્થાનિક પોલીસે ગોંડલમાં અને વાસાવડમાં જુગારના દરોડા પાડી જિનીંગ મીલના માલિક સહિત ૧૯ શખ્સોની રૂ.૩.૩૬ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી રાજકોટ એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ જે.એમ.ચાવડા અને પી.એસ.આઈ એમ.આર.ગોંડલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલ નજીક ઉમળાળા રોડ પર આવેલી વિનોદ પોપટ પરમારની વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની મળેલી બાતમીના આધારે વાડી માલિક વિનોદ પોપટ પરમાર, ચંદુ કાનજી પટેલ, નિરંજની મહેશ રાવલ, જીતેશ ધનજી રૈયાણી અને ગૌતમી જયંતિ પટેલની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ.૫૭,૯૫૦ અને મોબાઈલ અને બાઈક મળી રૂ.૧.૮૩ લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે.

જયારે ગોંડલના મોટા ઉમળાળા રોડ પર આવેલા રઘુવીર કોટેક્ષ મીલની ઓફિસમાં જુગાર રમતા રમેશ દુર્લભ સેલાણી, અજય ચંદુ ડોબરીયા, મહેશ જમનાદાસ ગણાત્રા, જીતેન્દ્ર ભીમજી વાળા, રાજેશ બટુક ઉનડકટ અને ભીખુ ભાણજી કુકડીયાની ધરપકડ કરી રોકડા ૪૫ હજાર, મોબાઈલ, કાર અને બાઈક મળી રૂ.૧.૩૦ લાખનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે.ઉપરાંત વાસાવડ ગામે જાહેરમાં જુગાર રમતા નગીન ગફાર, રણછોડ નરશી, અરવિંદ નરશી, કિશોર ધનજી, કિશોર પોપટ, ગોબર લખમણ, ચિરાગ બિપીન અને નઝીર બાબુ સહિત આઠ શખ્સોની ધરપકડ કરી રોકડા રૂ.૨૨,૩૮૦નો મુદામાલ કબજે કર્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.