Abtak Media Google News

દરરોજ મહાઆરતી, વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો, સત્યનારાયણ ભગવાનની કથા, વડીલોને ભોજન, વિવિધ સ્પર્ધા યોજાશે

રાજકોટમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વેશ્વર ચોક ખાતે ગણેશ મહોત્સવ ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.૨ થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન ભગવાન ગણપતીજીની આરતી, પૂજા, અર્ચના વૈદિક રીતે રસમો મુજબ સેવા પુજા કરાશે તથા આ દસ દિવસ દરમિયાન મહા આરતી સાથોસાથ વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો જેવા કે સત્યનારાયણની કથા, વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન, ડાન્સ કોમ્પીટીશન સહિત અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગઈકાલના રોજ ભગવાન ગણેશની ઢોલ નગારાના સથવારે સ્થાપના કરવામાં આવી હતી. આ શુભ અવસરે બહોળી સંખ્યામાં રંગીલા રાજકોટની જનતા ઉપસ્થિત રહી હતી.

વરસાદનું વિઘ્ન કાર્યકરોની મહેનતથી ટળ્યું: કેતનભાઈ સાપરિયા

Ganesh-Festival-Celebrates-The-Start-Of-Ganesh-Festival-In-Sarveshwar-Chowk-With-Rustic-Theme
ganesh-festival-celebrates-the-start-of-ganesh-festival-in-sarveshwar-chowk-with-rustic-theme

અબતક સાથેની વાતચીત દરમિયાન કેતનભાઈ સાપરીયાએ જણાવ્યું હતુ કે અમે સર્વેશ્વર ચોકમાં છેલ્લા ત્રણ વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ અમે દર વર્ષે જુદી જુદી થીમ રાખીએ છીએ. જેમાં આ વર્ષે ગામઠી થીમ રાખી છે. દસ દિવસ દરમિયાન બાપાની મહાઆરતી પૂજા અર્ચના ઉપરાંત અનેક કાર્યક્રમો જેવા કે વૃધ્ધાશ્રમના વડીલોને અહી બોલાવી જમાડી, તેમને ગીફટ આપીએ છીએ તથા ધીરૂભાઈ સરવૈયાનો હસાયરો સહિત અનેક પ્રોગ્રામોનું આયોજન કરીએ છીએ. છેલ્લા ૪૦ દિવસથી બધા કાર્યકરો ખૂબજ ઉત્સાહ સાથે તૈયારી કરતા હતા જે અમારૂ સપનું હતુ તે સાકાર થયું છે. વરસાદનું વિઘન આવ્યું હતુ પરંતુ બધુ સારૂ કાર્ય અમારા કાર્યકર ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું છે. અમે ઈકોફ્રેન્ડલી ગણપતિજીની મૂર્તિ રાખી છે. સર્વેશ્વર ચોકમાં બહોળી સંખ્યામાં દર્શનાથીઓ ભગવાનના દર્શન કરવા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.