માળીયા હાટીના: યુવકના આપઘાત પ્રકરણમાં ઉછીના નાણાં કારણભૂત ?

જય વિરાણી, કેશોદ 

જૂનાગઢમાં માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામ નજીક યુવાને ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરવાનો મામલો. આ મામલામાં ખુલાસો થયો છે. 8 જુલાઈના રોજ હરેશ અમૃતલાલ જોબનપુત્રા નામના યુવાને સોમનાથ તરફથી આવી રહેલી ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો હતો. યુવકની પત્ની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને રૂપિયાની ઉઘરાણીને લઈને લોકો માનસિક ત્રાસ આપતા હતા.

મૃતકના પત્નીએ માળીયાના એક દંપત્તિ અને જૂનાગઢના એક વ્યક્તિ મળી કુલ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતકના પત્નીનું કહેવું છે કે રૂપીયાની ઉઘરાણીને લઈને આરોપીઓ મૃતકને સતત માનસિક ત્રાસ આપતાં હતા અને જો ફરીયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવાને ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો હતો, ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. હવે આગળ આ કેસમાં શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું !!