Abtak Media Google News

ભાજપ દ્વારા પોતાની સરકાર તોડવાના પ્રયાસનાં પુરાવા સમાન ઓડિયો કલીપને વિદેશમાં મોકલીને ખરાઈ કરાવવાની ગેહલોતની ચેલેન્જ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગઈકાલે જણાવ્યું હતું કે, વિધાનસભાનું સત્ર ટુંક સમયમાં જ બોલાવીને પોતાની સરકાર બહુમતી પુરવાર કરશે. ગેહલોતે પત્રકારોને જણાવ્યું હતું કે, વિધાનસભાનું સત્ર ટુંકમાં બોલાવાશે. બહુમતી અમારી સાથે છે અને કોંગ્રેસનાં તમામ ધારાસભ્યો એક છે તેમને આશા વ્યકત કરી છે કે, નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના સંપર્કમાં જે ધારાસભ્ય છે તે પણ જયારે બોલાવવામાં આવે ત્યારે સત્રમાં હાજરી આપશે. આ ધારાસભ્યો સિવાય પણ અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે અને અમે આ મુદ્દે ગૃહ બોલાવી રહ્યા છીએ અને અમે અવશ્યપણે બહુમતી પુરવાર કરીશું તેમ તેમણે આત્મ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Advertisement

બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાના સ્પીકર દ્વારા હાઈકોર્ટના ગેરલાયક ઠેરવવાના હુકમના પગલે જારી કરેલી નોટીસોના બીજા દિવસે જ અશોક ગેહલોતે ગૃહમાં બહુમતી પુરવાર કરવાની કવાયત શરૂ કરી દેવાઈ હોવાનો નિર્દેશ આપ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટમાં અત્યારે આ અંગેની સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજસ્થાનના સ્પીકર દ્વારા પીટીશનના મુદ્દે હાઈકોર્ટના નિર્ણય રાજકીય મુદ્દો બની રહ્યો છે. ગેરલાયક ઠેરવાયેલા ૧૯ ધારાસભ્યોએ ગેરલાયક ઠેરવવાની નોટીસને હાઈકોર્ટમાં પડકારી છે. ગેહલોતે જણાવ્યું હતું કે, જે લોકો કોર્ટમાં ગયા છે તે લોકો ખોટી દિશામાં આગળ વધી રહ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે તે લોકો અમને બોલાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે અમે આમાંથી બહાર નિકળવા અસમર્થ છીએ. બળવાખોર ધારાસભ્યો એક સાથે જોર કરી રહ્યા છે પરંતુ તેઓની મહેનત નિરર્થક સાબિત થશે તેમ તેણે આક્ષેપ કર્યો હતો. મને આશા છે કે બળવાખોર ધારાસભ્યોમાંથી ઘણા લોકો તેમની ચુંગાલમાંથી બહાર આવીને અમારા તરફ મતદાન કરશે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, બળવાખોરને બાદ કરતા પણ તેમની સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. અશોક ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, આગામી વિધાનસભાના સત્રમાં કોરોના કટોકટી અને રાજસ્થાનમાં પ્રર્વતી રહેલી રાજકિય પરિસ્થિતિની ચર્ચા કરાશે.

અશોક ગેહલોતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંગ શેખાવત તરફ દિશા નિર્દેશ કરતા જણાવ્યું હતું કે, સરકારને ગેરકાયદેસર રીતે ઉથલાવવાના કાવતરાઓનો નિર્દેશ આપતી ઓડિયો કલીપને ફોરેન્સીક ટેસ્ટ માટે વિદેશમાં નિષ્ણાંતો પાસે મોકલવામાં આવશે. કોઈપણ મંત્રીનું નામ લીધા વગર અશોક ગેહલોતે પ્રશ્ર્ન ઉભો કર્યો હતો કે શા માટે તેઓ પરિક્ષણ આપવા માટે આગળ આવતા નથી. પોતાનો અવાજ હોવાનો આક્ષેપ ફગાવતા તેમણે જણાવ્યું હતું કે, પોતે કોઈપણ જગ્યાએ ફોરેન્સીક પરીક્ષણ માટે પોતાનો અવાજ આપવા માટે તૈયાર છે. જો તેઓને રાજસ્થાન સરકાર ઉપર વિશ્ર્વાસ ન હોય તો અમે તેને એફએસએલ ટેસ્ટીંગ માટે અમેરિકા મોકલવા માટે તૈયાર છીએ. કોંગ્રેસને પણ કેન્દ્ર ઉપર ભરોસો નથી. શા માટે તેઓ ટેસ્ટ માટે અવાજ આપતા નથી હવે તેઓને આ માટે આગળ આવવું જોઈએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગેહલોતનાસ્પષ્ટ સંદર્ભમાં કોંગ્રેસનાં ધારાસભ્યોને સરકાર ઉથલાવવા માટે લલચાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાપક્ષે ગજેન્દ્રસિંહ શેખાવતએ આરોપને પણ ફગાવી દીધો હતો કે જેમાં સરકાર ઉથલાવવાના પ્રયાસના કાવતરાના નિર્દેશ આપતી ઓડિયો કલીપમાં પોતાનો અવાજ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનના રાજકીય મંચ ઉપર મુખ્યમંત્રી અશોક ગેહલોતે સરકારને કટોકટીભરી સ્થિતિમાં મુકી દેવાના પ્રયાસો અને કેટલાક બળવાખોર ધારાસભ્યોને સાથે રાખીને સરકાર ઉથલાવવાના થઈ રહેલા પ્રયાસોને લઈને ભારે રાજકિય ઉતેજના પ્રવર્તી રહી છે તે દરમ્યાન વિધાનસભાનું તાકીદનું સત્ર બોલાવીને ગૃહમાં પોતાની બહુમત પુરવા સરકારે કવાયત હાથધરી હોવાનું મુખ્યમંત્રી અશોક ગેહલોતે બળવાખોર ધારાસભ્યોની તેમના વિરુઘ્ધ મતદાન કરે તોય તેઓની સરકાર પાસે પૂર્વવ્રતમાં હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.