Abtak Media Google News

૧૦૦ ટકા રાજય સરકારની ગ્રાન્ટ આધારીત હશે: મહાપાલિકા માત્ર જમીન ફાળવશે

શહેરમાં પ્રસુતા માતાના મૃત્યુ દરની સંખ્યામાં દિન-પ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે મહાપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના ઉપલાકાંઠા વિસ્તાર અને કોઠારીયા ગામતળમાં જનરલ હોસ્પિટલ બનાવશે. આ હોસ્પિટલ સંપૂર્ણપણે રાજય સરકારની ગ્રાન્ટ આધારીત હશે. મહાપાલિકા માત્ર જમીનની ફાળવણી કરશે.

Advertisement

શહેરમાં પ્રસુતા મહિલાઓ માટે હાલ જનાના હોસ્પિટલ અને પદ્મકુંવરબા હોસ્પિટલ એમ બે જ જનરલ હોસ્પિટલ કાર્યરત છે. સૌરાષ્ટ્રભરની મહિલાઓ સારવાર લેવા કે પ્રસુતી માટે રાજકોટ આવતી હોય આ બંને હોસ્પિટલો પર ખુબ મોટા પ્રમાણમાં દર્દીઓનું ભારણ રહે છે.

ચાલુ સાલના બજેટમાં મહાપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળે હોસ્પિટલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે જેના ભાગ‚પે શહેરના સામાકાંઠા વિસ્તારમાં અને થોડા વર્ષો પહેલા મહાપાલિકામાં ભળેલા કોઠારીયા ગામતળ વિસ્તારમાં જનરલ હોસ્પિટલ બનાવવામાં આવશે.

આ હોસ્પિટલ ૨૪ કલાક કાર્યરત રહેશે. કોઠારીયામાં મહાપાલિકા પાસે હોસ્પિટલ બનાવવા માટેની જમીન ઉપલબ્ધ છે. જયારે સામાકાંઠા વિસ્તારમાં હાલ જમીનની શોધખોળ ચાલી રહી છે. હોસ્પિટલ સંપુર્ણપણે રાજય સરકારની ગ્રાન્ટ આધારીત હશે જેમાં સ્ટાફની નિમણુક પણ રાજય સરકાર દ્વારા કરવામાં આવશે.

કોર્પોરેશન માત્ર જમીનની ફાળવણી કરશે અને હોસ્પિટલનું સંચાલન કરશે. આ હોસ્પિટલનું નિર્માણકાર્ય દોઢ વર્ષમાં પૂર્ણ કરી વર્ષ ૨૦૨૦ સુધીમાં બંને જનરલ હોસ્પિટલ શ‚ કરી દેવાનો કોર્પોરેશનનો લક્ષ્યાંક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.