Abtak Media Google News

પ્રમુખ સૌરભ

થોમસઆલ્વાએડિસને વિદ્યુત બલ્બની શોધ માટે અત્યંત પરિશ્રમ કર્યો હતો. તે સમયે તેની ટીમનાસર્વેસભ્યો24 કલાક સખત ઉદ્યમકરે ત્યારે માત્ર એક જબલ્બ બનતો. એક રાત્રેએડીસને બલ્બ પૂર્ણ કરી તેની સાથેના મદદનીશ છોકરાને આ બલ્બ ઉપર મૂકી આવવા જણાવ્યું. પરંતુ દાદર ચઢતાં તે છોકરાના હાથમાંથી બલ્બ છટક્યો અને આખાદિવસની મહેનત પર પાણી ફરી વળ્યુ.સહાયકોનેતો આ ઘટના ખૂબ ત્રાસદાયક લાગી.પરંતુ,તે સમયેએડીસન સ્થિર હતો. તેણે પુન: આખી ટીમને 24 કલાક માટે કામે લગાવીદીધી.બીજો બલ્બ બનાવી તે જ બાળકને બલ્બ લઈને ઉપર મોકલ્યો.ખરેખર,સાચી ક્ષમાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

ડો.અબ્દુલ કલામ સાહેબ જેનો પૂર્ણ આદર કરતા એવા દક્ષિણ ભારતના મહાન સંત શ્રીતિરુવલ્લુવરજણાવે છે કે, ’વેર લીધાનો આનંદ એક દિવસ ટકશે, પણ ક્ષમા કર્યાનું ગૌરવ જીવન પર્યંત ટકે છે. ક્ષમાનો ગુણ સજ્જનોનો શણગાર અને સંતોનો શિરમોર સદ્ગુણછે.

રામચંદ્ર ભગવાનના જીવનનોઅભ્યાસ કરતા સ્પષ્ટજણાયછેકે તેમનાવનવાસમાં કૈકેયી કારણ હતાં. પરંતુ ભગવાન રામ વનવાસની પૂર્ણતા અનેલંકાવિજય કરી અયોધ્યાપધારેછે, ત્યારે તેમના સ્વાગત માટે કૌશલ્યા.સુમિત્રા અને કૈકેયીઉપસ્થિત હતા.તે સમયેરામચંદ્રજીવારંવારકૈકેયીને મળે છે.કૈકેયી જરા ક્ષોભ પામી જાય છેત્યારેશ્રીરામકહે છે,’માતા!ક્ષોભનપામો,મને વનવાસ આપવામાં આપ તો કેવળ નિમિત્ત હતા.વાસ્તવમાં તો તમે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે.વનવાસ દ્વારા મને જીવનમાં કેટકેટલું જાણવાનું મળ્યું.’ભગવાન રામે ક્ષમા રૂપી હથિયારથી પ્રત્યેક લોકોના હૃદય જીતી લીધા. ખરેખર, ક્ષમા તો મોટાઓની મોટાઈ છે. પથ્થર મારનારનેઆંબાનું વૃક્ષ પ્રત્યુત્તરમાં કેરીનું મધુર ફ્ળ આપે છે. પોતાને સળગાવનાર અગરબત્તી અન્યનેસર્વદા સુવાસ અર્પેછે.ચંદનના વૃક્ષને કુહાડી મારતાઊલટું તેકુહાડીમાંસુગંધ ભરી દે છે.તેમ જ્ઞાનીપુરુષોક્ષમારૂપી સૌરભથી અન્યના જીવનને મહેકાવી દે તે સહજ છે.અને ક્ષમાશીલતા જ સાચા જ્ઞાનીપુરુષની ઓળખ છે તે શતપ્રતિશત સત્ય છે.

25 વર્ષનો એક નવયુવાન પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન માટે આવ્યો.ઉપસ્થિત સંતે ઓળખાણ આપી,’સ્વામી! આ ભાઈ અણસમજણ અને કુસંગને યોગે કરીને આપનો દ્રોહ કરતો થઈ ગયો હતો. ત્યાં  જ સ્વામીશ્રી નોહાથ પોતાના હાથમાં લઇ તે યુવક ધ્રૂસકેધ્રૂસકે રડી પડ્યો. બાપા! મે આપને બહુ ગાળો આપી છે. જાહેરમાં આપના વિશે અસભ્ય બોલ્યો છું.અન્યને ખોટા માર્ગે ચઢાવ્યા છે. મને માફ કરો. બાપા! મારાં પાપ માફ કરો. અતિસાહજિકતાથી સ્વામીશ્રીએ તેના માથે હાથ મૂકીકહે, બધું માફ. ભગવાન તને સુખી કરે અને લે આ કંઠી. કંઠી પહેરાવી સ્વામીશ્રીએ તેના નવાવ્યવસાય માટે આશીર્વાદ પણ આપ્યા. સ્વામીશ્રીની ક્ષમાભાવથીજીવનમાં ઊર્ધ્વગતિ ઇચ્છતા અનેકમુમુક્ષુઓને પ્રેરણા મળતી.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો.એ.પી.જે.અબ્દુલકલામે પોતાના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં સ્વામીશ્રીની ક્ષમાભાવનાથી પોતાને મળેલી પ્રેરણાઓ પર આખું પ્રકરણ આલેખ્યુંછે. એ પ્રકરણને અંતે તેઓ લખે છે, ‘Pramukh Swami has a heart wherein the whole world can live and it can forgive anyone સૌને હૃદયમાં સ્થાન આપી શકે અને ક્ષમા આપી શકે એવું વિશાળ પ્રમુખસ્વામીમહારાજનું હૃદય છે.

1985માં લંડનની ધરતી પર પ્રમુખસ્વામી મહારાજ નું ભવ્યાતિભવ્ય સમ્માન થયું. સન્માન હતું સુવર્ણતુલાનું. પરંતુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે આ સુવર્ણતુલામાંથી પોતાની પાસે એક પાઈ પણ ન રાખતા સુવર્ણની સંપૂર્ણ રકમ તેમણે મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે ’કરમસદ મેડિકલ કોલેજને’ અર્પણ કરી હતી.લંડનના લબ્ધપ્રતિષ્ઠ સજ્જનોની સમક્ષ થયેલ ભવ્ય સન્માનના બીજા જ દિવસે એક વ્યક્તિએ ગેરસમજથી સ્વામીનું હડહડતું અપમાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. એક સજ્જન તરીકે થોડો પણ વિવેક દાખવ્યા વિના પોતાની અસભ્ય વાણી દ્વારા સ્વામીશ્રીની સભ્યતાના ચીંથરા ઉડાડતા રહ્યા.તે સમયે ક્ષમાશિલ પ્રમુખ સ્વામીમહારાજના શબ્દો હતા, ’આ ભાઈને જમાડીને મોકલજો.’

ખરેખર,સમર્થ હોવા છતાં સહન કરવું, ક્ષમા આપવી, એ ભગવાનનેહૈયામાં અખંડ ધારનારસત્પુરુષનું લક્ષણ છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાનાવચનમૃતમાં કહ્યું છે: ’સમર્થ થકાજરણાં કરવી તે બીજા કોઈથી થાય નહીં.’ ક્ષમા કરવાથી અને માગવાથી વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તૂટતા બચે છે. જીવનમાં સુખ અને શાંતિનો આધાર બની રહે છે.ક્ષમાના આટલા લાભ હોવા છતાં સત્તા,સંપત્તિ, પ્રતિષ્ઠા કે વ્યક્તિનું અભિમાન વ્યક્તિને ક્ષમાનું પગલું ભરતાઅટકાવેછે. પરંતુ, પોતાનાં માન-અકરામને બાજુએ મૂકી મહાપુરૂષોએ પોતાના આચરણ દ્વારા શિખવેલ આ ક્ષમા ગુણનો પાઠ આપણે જીવનમાં ઉતારીએ. જેથી પારસ્પરિક સંબંધો સદાય પ્રેમથી પલ્લવિત રહે અને હૃદયમાં શાંતિ વર્તે, તો આજે જ દિલથી ક્ષમા આપીને જૂના વેર અને વિખવાદનો અંત લાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.