Abtak Media Google News

સાગર સંઘાણી

Advertisement

હત્યા કરવી એ લોકો માટે આજે સાવ સામાન્ય બાબત થઈ ગઈ છે એવું કહી શકાય કે લોકોમાં હવે કઈ ખાખીનો ખોફ જ રહ્યો નથી તેવી ઘટનાઓ રાજ્યમાં સામે આવી રહી છે ત્યારે આજ રોજ જામનગરમાં વધુ એક હત્યાની ચકચારી ઘટના સામે આવી છે જેમાં મહિલા બેંક કર્મીની છેડતી કરનારને ઠપકો આપતા આધેડની હત્યા કરવામાં આવતા મોત નીપજ્યું હતું અને પતિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના ફલ્લા ગામની છે જ્યાં હત્યાનો મામલો સામે આવ્યો છે. ફલ્લામાં મહિલા બેંક કર્મીની સહ કર્મી ધવલ શાંતિભાઈ પટેલે છેડતી કરી હતી ત્યારે છેડતી કરનારને મહિલાના સસરા દ્વારા ઠપકો આપતા આધેડની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી છે

મહિલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની શાખમાં ફરજ પર હતી ત્યારે સહકર્મી આરોપી ધવલ શાંતિભાઈ પટેલે છેડતી કરી હતી ત્યારે મહિલાના સસરા ગોવિંદભાઈ ઓધવજીભાઈ ઘેટિયા (ઉ.વ.૬૦) અને પતિ મિલનભાઈ ઘેટિયા (ઉ.વ.૩૬) ઠપકો આપવા બેંકે આવતા આરોપીએ છરીના ઘા ઝીંકતા સસરા ગોવિંદભાઈનું મોત નીપજ્યું હતું
જયારે પતિને ગંભીર હાલતમાં જામનગર ખસેડાયા હતા. સસરાના મૃત્યુના કારણે પરિવારનો શોકમગ્ન થઈ ગયું છે. આ મામલે પોલીસે બનાવ સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.