Abtak Media Google News

સ્વામીનારાયણ મંદિર, ઉદયનગર-૧ દ્વારા આયોજન

 પૂ. વ્રજવલ્લભદાસજી અને પૂ. માધવસ્વરૂપદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે: પોથીયાત્રા, ઘનશ્યામ જન્મોત્સવ, છપૈયા અને અયોધ્યાલીલા, પદયાત્રા, અન્નકૂટ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવાશે: સંતો-મહંતો અને રાજકીય આગેવાનો હાજરી આપી ધર્મોત્સવને બિરદાવશે

સહજાનંદ સ્વામી ગૂરૂકુલ વંથલી સંચાલીત સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ૧ રાજકોટ દ્વારા તા.૧૦ થી ૧૪ મે ૨૦૧૯ દરમિયાન શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણ તથા ઘનશ્યામ મહારાજ પંચાબ્દિ મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેના કાર્યક્રમની ‚પરેખામાં તા.૧૦.૫.૧૯  શુક્રવારે સિહાસનઉદઘાટન બપોરે ૩.૩૦ કલાકે પોથીયાત્રા, મહોત્સવ ઉદઘાટન, દિપ પ્રાગટય કથા પ્રારંભ સાંજે ૬ કલાકે રાત્રી કથા રાત્રે ૯ કલાકે શ‚ થશે. તા.૧૧ શનિવારે સમૂહ મહાપૂજા મહિલા સત્સંગ સાંખ્યોગી ગીતાબા ખંભાત બપોરે ૧૨ થી૩ કલાકે, ઘનશ્યામ જન્મોત્સવ રશત્રી કથા ૯ કલાકે તા.૧૨ રવિવારે યજ્ઞ પ્રારંભ મેડિકલ કેમ્પ ઉદઘાટન રકતદાન કેમ્પ સાંજે ૪ કલાકે છપૈયા તથા અયોધ્યાલીલા તા.૧૩.૫ સોમવારે પદયાત્રા નીજ મંદિરથી ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ બોરડી મંદિર, ગૌ પૂજન ૧૦ કલાકે, મહિલા મંચ તથા ગાદિવાળાનું આગમન બપોરે ૧ થી ૩ કલાક, કથશ પ્રારંભ બપોરે ૩.૩૦ કલાકે વનવિચરણ તથા લોએજ આગમન, પ.પુ. ૧૦૮ લાલજી મહારાજનું આગમન સાંજે ૪ કલાકે જળયાત્રા તથા શોભાયાત્રા સાંજે ૫.૩૦ કલાકે લોએજ લીલા તથા દિક્ષા મહોત્સવ યોજાશે. તા.૧૪ મંગળવારે મંગળા આરતી, અભિષેક દર્શન યજ્ઞ, પૂર્ણાંહુતિ, કથા પૂર્ણાહુતિ બપોરે ૧૧.૩૦ કલાકે ત્યારબાદ અન્નકૂટ દર્શન બપોરે ૧૨ કાકે યોજાશે.આ મહોત્સવના અધ્યક્ષ સ્થાને પ.પૂ. સદગુરૂ દેવ પ્રસાદદાસજી સ્વામી રહેશે.

Advertisement

આ મહોત્સવના ઉદઘાટક બાલકૃષ્ણદાસજી સ્વામી મેમનગર, દેવનંદનદાસજી સ્વામી જૂનાગઢ, ધર્મવલ્લભદાસજી સ્વામી સુરત, ભકિતજીવનદાસજી સ્વામી હરીપાળા, જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળ, રાધારમણદાસજી સ્વામી, રાજકોટ, સત્સંગ ભુષણદાસજી સ્વામી, કણભા ગૂ‚કુળ પ્રભુચરણદાસજી સ્વામી સુરત, તથા ભકિતજીવન દાસજી સ્વામી વંથલી રહેશે.આ મહોત્સવ દિપ પ્રાગટય ચૈતન્યસ્વ‚પદાસજી સ્વામી લોએજ, નારાયણપ્રિયદાસજી સ્વામી કાલવાણી, યોગેપંચાળા, હરીનારાયણદાસજી સ્વામી જૂનાગઢ, વગેરે સંતો કરવાના છે.

આ મહોત્સવમાં ખાસ નીતીનભાઈ ભારદ્વાજ, અભયભાઈ ભારદ્વાજ, મોહનભાઈ કુંડારીયા, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી, અરવિંદભાઈ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા તથા કિશનભાઈ ટીલવા ઉપસ્થિત રહેવાના છે.મહોત્સવના મુખ્ય યજમાન તરીકે ઘનશ્યામભાઈ પીપળીયા તથા કિશોરભાઈ પીપળીયા પરિવાર તેમજ કથાના મુખ્ય યજમાન તરીકે રણછોડભાઈ કથીરીયા, શીવાભાઈ કથીરીયા પરિવાર રહેલો છે.

મહોત્સવને સફળ બનાવવા ભગવતજીવનદાસજી સ્વામી, ભકિતજીવનદાસજી સ્વામી, વ્રજવલ્લભદાસજી સ્વામી, અક્ષરસ્વરૂપ સ્વામી, માધવ સ્વરૂપદાસજી સ્વામી, આતમ સ્વામી મૂની સ્વામી વિવેક સ્વામી, વગેરે સંતો જહેમત ઉઠાવી રહ્યા છે. કથા સમય સાંજે ૩.૩૦ થી ૬.૩૦ કલાકે રાત્રે ૯ થી ૧૧.૩૦ કલાક સુધીનો રહેશે.

મહોત્સવ ખીજડાવાળો રોડ બાલાજી હોલની સામે ૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ ખાતે યોજાશે.આ પંચાબ્દિ મહોત્સવમાં વકતા તરીકે પૂ. શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી તથા પૂ.શાસ્ત્રી માધવસ્વરૂપદાસજી સ્વામી રહેલા છે. આ મહોત્સવની વધુ માહિતી માટે જયસુખભાઈ ટીલવા મો.ન. ૯૩૨૮૧ ૩૬૪૫૪ નો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.