Abtak Media Google News

ભાવનગરના મહારાજા દ્વારા ૧૮મી સદીમાં ગીરના ગાય, બળદની જોડી બાઝીલને ભેટ અપાઇ હતી: હવે આ જોડીની નોંધપાત્ર વસતી બાઝીલમાં

પશુઓની સારી નસલ માટે સરકાર દ્વારા પશુઓનું બ્રિડીંગ  શરુ થયું છે. જેમાં ગીરની ગાય અને ગીરના સાંઢનું બ્રાઝીલની ગાય અને સાંઢ સાથે મિકસ બ્રિડીંગ થઇ રહ્યું છે. જેના પગલે કેન્દ્ર સામે પશુપાલકો અને પશુપાલન ખાતાએ વિરોધ દર્શાવ્યો છે.

પશુપાલકો અને અમુક સરકારી સંસ્થાઓ બ્રાઝીલથી ગીર બાદના વીર્યના એક લાખ ડોઝ આયાત કરવાના કેન્દ્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રએ ગુજરાતમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોની વતની ગીર જાતિને જીવંત બનાવવા આ પ્રયાસ કર્યો છે. ભાવનગરના મહારાજા દ્વારા ૧૮મી સદીમાં ગીરના ગાય અને બળદની જોડી બ્રાઝિલને ભેટમાં આપવામાં આવી હતી. અને બ્રાઝીલમાં હવે આ જોડીની નોંધપાત્ર વસ્તી છે. ગુજરાતના ખેડુતોએ તેમના ગીર બળદના વિર્ય કેન્દ્ર સરકારને આપવાના હોય છે અને વીર્યની આયાતનો વિરોધ કર્યો છે.

આ તકે રાષ્ટ્રીય પશુધન મિશન, ગુજરાત રાજય ગૌ સેવા આયોગ અને ગીર કાંકરેજ ગોપાલક સંઘના સભ્યો તાજેતરમાં કેન્દ્રીય કૃષિ મંત્રી ગીરીરાજસિંહને મળ્યા હતા. અને નિર્ણય પાછો લેવાની માંગ કરી હતી.

ગીર કાંકરેજ ગોપાલ સંઘના ઘનશ્યામ વ્યાસે ગીર ગાયોના બ્રિડ અંગે જણાવ્યું કે બ્રાઝિલથી આયાત થયેલ વીર્યનો ઉપયોગ કરવામાં આવે તો ગીરની જાતીની શુઘ્ધતાને અસર થશે. મહત્વનું છે કે વ્યાસ રાષ્ટ્રીય પશુધન મ્શિનના સભ્ય પણ છે. ગીર ગાયોના બ્રિડીંગ અંગે ગુજરાત રાજય ગૌ સેવા આયોગના અઘ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન વલ્લભ કથીરીયા, તથા ભાજપના નેતા સ્વામી ચીન્મયાનંદ સાથે મુલાકાત કરી હતી.વધુમાં વ્યાસે જણાવ્યું હતું કે આ મુદ્દે તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એક બેઠક પણ મળી હતી.

મહત્વનું છે કે બોવાઇન પ્રોડકિટવીટી નેશનલ મિશન અંતર્ગત બ્રાઝિલથી ર૦ હજાર ડોઝ ગીર જાતિના વીર્યની આયાતને અટકાવાઇ હતી. આ મિશનના ઉદ્દેશ્યમાં સ્વદેશી જાતિઓ માટે રાષ્ટ્રીય બોવાઇન જિનોમિક સેન્ટર સ્થાપવું સામેલ છે. જિનોમિક વિશ્ર્લેષણ દ્વારા બળદની પસંદગી કરી ઉચ્ચ ગુણવતા વાળા બળદના વીર્યના ઉત્પાદન માટે વીર્ય સ્ટેશનો બનાવવામાં આવશે. આ સાત જાતિઓમાં ગીરના પશુઓ પણ સામેલ હતા.વ્યાસે કહ્યું કે સારી જાતના ગીર બળદ દેશમાં ઉપલબ્ધ છે. બ્રાઝિલથી વીર્ય આયાત કરવાની જરુરત નથી. ગીરને પશુઓની મુખ્ય જાતિઓમાની એક છે જેનો ઉદ્દભવ ભારતમાં થયો છે. તે એક ઉચ્ચ દૂધ ઉત્પાદકજાતી બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.