Abtak Media Google News

ગીર સોમનાથ ના ધામળેજ બંદર નજીક મહાકાય વ્હેલ શાર્ક ની મૃતદેહ તણાઇ આવ્યો.વન વિભાગે પીએમ કરી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.

સમુદ્રની સોંથી મોટી અને મહાકાય માછલી તરીકે ઓળખાતી બ્લુ વ્હેલ મૃત હાલત મા મળી આવી છે. સુત્રાપાડા ના ધામળેજ બંદર થી 2 કિમિ દૂર દરિયા કિનારે મૃત હાલત મા મહાકાય વ્હેલ વન વિભાગ ને પેટ્રોલિંગ દરમ્યાન જોવા મળતા વન વિભાગે વ્હેલ નું પીએમ કરી તપાસ શરૂ કરી છે

લગભગ 40 ફૂટ લાંબી અને 8 ટન જેટલો વજન ધરાવતી વ્હેલ માછલી નો મૃતદેહ કોહવાયેલો અને અતિ દુર્ગંધ મારતો મળી આવતા પ્રાથમિક રીતે મનાય રહ્યું છે કે વ્હેલ ઉંમર લાયક હોવાના કારણે કુદરતી રીતે મોત ને ભેટી હોઈ શકે તેમજ વ્હેલ 10 દિવસ પહેલા મોત ને ભેટી હોવાનું તારણ કઢાઇ રહ્યું છે 8 ટન વજન ધરાવતી અને 40 ફૂટ લાંબી વ્હેલ ને દરિયા કાંઠે જ જેસીબી ની મદદ થી દફનાવામા આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમા પણ અનેક વખત ગીર સોમનાથના દરિયા કિનારે વ્હેલના મૃત દેહ મળી આવ્યા છે અને  અનેક વખત વ્હેલ માછીમારોની જાળમા આવતા રેસ્ક્યુ કરી તેને રિલીઝ કરાય છે

જો કે મોટા ભાગે વ્હેલ સ્ટીમ્બર આ એ મોટી બોટો ના પંખા મા અથડાતા મોત ને ભેટી હોવાના પણ કિસ્સા બન્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.