Abtak Media Google News

બિભીત્સ ફોટા અને વિડીઓ વાયરલ કરવાની ધમકી આપી યુવતી સાથે અનેક વાર ગુજાર્યો બળાત્કાર …

વેરાવળ ની પરાક હોટેલ તેમજ સાસણ ની ભોજદે ના ફારમ હાઉસ ખાતે ..

પોલીશે આરોપી ઓને પકડી કાયદેશર ની કાર્યવાહી હાથ ધરી ….

ગીર સોમનાથ જિલ્લામાં રહેતી યુવતી દ્વારા ગત.તારીખ 19-મેં ના રોજ વેરાવળ સીટી પોલીસમાં ફરિયાદ આપી હતી કે, ‘તેણી સાથે દુષ્કર્મ અને છેડતી થઈ છે.’ આ યુવતી સાથે દુષ્કર્મ આચારનારમાં  કુલ 5 આરોપીઓ સામેલ હોવાનું યુવતીએ આરોપીઓના નામ જોગ જણાવતા પોલીસે ગુનો નોંધી ત્વરાથી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવા અવસ્થા અને આધુનિક યુગ નો સમન્વય ક્યારેક અતિ મોંઘો સાબિત થતો હોય છે. એમાં પણ ખાસ કરીને લાગણીશીલ યુવતીઓ અંધપ્રેમ અને મોહજાળમાં સપડાઈને પોતાનું સર્વસ્વ ગુમાવી બેસે છે. જ્યારે સત્ય સમજાઈ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
1 59
એવા અનેક દાખલાઓ આપણી સમક્ષ આવતા જ હોય છે કે, ‘યેનકેન પ્રકારે યુવતીને ફસાવી તેની પર દુષ્કર્મ આચારાયું હોય.ગીર સોમનાથ જિલ્લામાં પણ આવી એક ઘટના બહાર આવવા પામી છે. છેલ્લા એકાદ વર્ષ પહેલાથી પીડિતા સાથે સંપર્કમાં આવ્યા બાદ 4 નરાધમો પૈકી 3 નરાધમો એ પીડિતા પર વારંવાર દુષ્કર્મ અચર્ય નું જણાવેલ.અને આ ચાર પૈકી એક આરોપીએ છેડતી કરી હતી. જ્યારે સૂત્રોના જણાવ્યા મુજબ વેરાવળ નજીક ની એક હોટલ તેમજ સાસણ ગીર નજીકના ભોજદે ખાતેનાં એક રિસોર્ટ મા અલગ અલગ સમયે અલગ/અલગ નરાધમોએ પાશવી દુષ્કર્મ ગુજાર્યુ હતું. તો એક મહિલા એ આ ચાર આરોપીને મદદ કરી હોવાનું પોલીસ ફરિયાદમાં બહાર આવતા વેરાવળ શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં આ ઘટના અતિ ચર્ચાસ્પદ બની રહી છે.
આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેમાં એ જ ચાર આરોપીઓ દેખાઈ રહ્યા છે. જે પૈકી એક આરોપી એ ગીર સોમનાથ જિલ્લાની એક યુવતીને પોતાની મોહજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી યુવતીના ફોટા પાડી લીધા. ત્યારબાદ આ નરાધમ દ્વારા યુવતીને બ્લેકમેઇલ કરી અવાર નવાર પોતાની હવસ નો ભોગ બનાવતો રહ્યો.
આ બળાત્કારી આટલેથી ન અટકતા પોતાના મિત્રો દ્વારા પણ આ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચારાતું રહ્યું.પીડિતાને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાની સતત ધમકી આપી આ નરાધમો બળાત્કાર કરતા રહ્યા. આબરૂ જવાની બીકે પીડિતા એક થી દોઢ વર્ષ સુધી આ નાલાયકો ને સહન કરતી રહી.આખરે પીડિતાની સહનશક્તિ ની મર્યાદા પૂર્ણ થતા પોતાના વાલીને સમગ્ર હકીકતથી વાકેફ કરીને આખરે પોલીસ ફરિયાદ નોંધાવવા તૈયાર થઈ..
ગત 19 તારીખના રોજ વેરાવળ સીટી પોલીસમાં પીડિતા દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ તુરંત જ પોલિસ હરકતમાં આવી હતી. પીડિતા આરોપીઓને અભ્યાસ કાળથી જ ઓળખતી હોવાનું જણાવ્યું હતું. આરોપીઓ સાથે પીડિતા રૂબરૂ તેમજ ફોનથી સંપર્કમાં હતી. આરોપીઓના કામ ધંધા અને ઘરના સરનામાં ની વિગત પણ ફરિયાદીએ પોલીસ ને આપી હતી.
2 41
ગીર સોમનાથ એસ.પી. ની રાહબરી હેઠળ વેરાવળ સીટી પોલીસ અને એલ.સી.બી. ની બે જુદી જુદી ટીમો કામે લાગી ગઈ હતી. આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધા હતા.અમદાવાદ, વડોદરા, તાલાળા અને કોડીનાર એમ વિવિધ જગ્યાએ પોલીસે છાપો મારીને ગત રાત્રીના ચાર પુરુષ આરોપીને ઝડપી લીધા છે. એક મહિલા આરોપી પોલીસની નજર સમક્ષજ છે. જેની તપાસ ચાલુ છે.કલમ 164 મુજબ નિવેદન પણ લેવામાં આવ્યું છે. ગુનાના મૂળ સુધી પહોંચવા ગીર સોમનાથ પોલીસ ની બે ટીમો સતત કાર્યરત છે.
આ ચારેય આરોપી સામે આઇપીસી ની કલમ 376, 354,(ABC), 114, 328, 323, 506(2), આઈ.ટી. એક્ટ 66/ઇ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આ ચાર બળાત્કારીઓ ના નામ
【1】સોયેબ અબ્દુલ ગફાર સોરઠીયા.-વેરાવળ.
【2】આદિલ પટ્ટણી-વેરાવળ.
【3】સલમાન પટ્ટણી-કોડીનાર.
【4】મોઇન ઉર્ફે મોની-વેરાવળ. મુજબ છે.
આ ચારેય આરોપીઓ ને પીડિતા ઓળખતી હોય ફોનથી સંપર્કમાં હોય વિશેષ ઓળખ કરાવવાની પોલીસ ને જરૂર જણાતી નથી. આ ચાર શખ્સો ને મદદ કરવામાં અન્ય યુવતી પણ સંડોવાયેલી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વધુ તપાસ વેરાવળ પોલીસ ચલાવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાની યુવતી પર વારંવાર બળાત્કાર કરનાર આરોપીઓ તો ઝડપાઇ ગયા છે.પરંતુ આ કિસ્સો સમાજ માટે જાગૃત થવાનો સમય વીતી રહ્યો છે તે દર્શાવે છે.વાલીઓ એ  વર્તમાન યુગમાં વધુ સાવધ રહેવું જોઈએ તે આ ઘટના પરથી ફલિત થાય છે. ત્યારે યુવતીઓ એ પણ સંયમ વર્તી કોઈ પણ પ્રકારના પ્રલોભનોમાં ન આવી ને પોતાના ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કરી વર્તવું જોઈએ.. કાયદો અને પોલીસ તો પોતાનું કાર્ય સુપેરે નિભાવેજ છે. ત્યારે સમાજે હવે ખરા અર્થમાં જાગવુંજ પડશે. માત્ર વાતોના વડા નહીં ચાલે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.