Abtak Media Google News

મેલેરીયાની ટ્રીટમેન્ટ કરવાના બદલે જૂની પધ્ધતીની સારવાર આપ્યાનો ક્ધઝયુમર ટ્રીબ્યુનલમાં કેસ થયો’તો

શહેરની ગીરીરાજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મેલેરીયાના મહિલા દર્દીના થયેલા મોત અંગે મેલરીયાની ટ્રીટમેન્ટ કરવાના બદલે જૂની પધ્ધતીથી સારવાર કરવાના કારણે મોત નીપજ્યાના મૃતકના વારસદારો દ્વારા અમદાવાદ ક્ધઝયુમર કોર્ટમાં કરેલા કેસની સુનાવણી પુરી થતા મૃતકના વારસદારોને રૂ.૧૩.૬૦ લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

Advertisement

૨૦૧૪માં મધુબેન ધીરજલાલ માલવીયા નામની મહિલાને મેલરીયાની બીમારી સબબ સારવાર માટે દાખલ કરાયા બાદ તેણીની તબીયત લથડતા ધીરજભાઇ માલવીયાએ ડીસ્ચાર્જ કરવા જણાવ્યું હતું. પરંતુ ડીસ્ચાર્જ આપવામાં આવ્યું ન હતું અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મૃતક મધુબેનના પતિ ધીરજભાઇ માલવીયાએ પોતાની પત્નીને મેલરીયાની આઉટડેટેડ પધ્ધતીથી સારવાર કરી હોવાથી બેદરકારીના કારણે મોત થયાનું જણાવી અમદાવાદ ક્ધઝુમર ડીસ્પયુટ રેડરેશનલ કમિશનર સમક્ષ ફરિયાદ કરી રૂ.૫૫.૭૦ લાખના વળતર અંગે ગીરીરાજ હોસ્પિટલ અને મધુબેનને સારવાર આપનાર ડોકટર મયંક ઠક્કર સામે કેસ કરાયો હતો.

ટ્રીબ્યુનલ કોર્ટમાં કેસની સુનાવણી શરૂ થતા ડો.મયંક ઠક્કર દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નક્કી કરાયેલા નિયમ મુજબ સારી રીતે સારવાર કરી હોવાનું અને મધુબેનનું બીમારીના કારણે મોત નીપજ્યાનું જણાવ્યું હતું.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગ્રાઈડ લાઇન મુજબ અધુરી સુચી મુજબ ટ્રીટમેન્ટ આપ્યાનું પ્રથમ દર્શનીય રીતે જણાતા ક્ધઝયુમર કમિશનર દ્વારા ગીરીરાજ હોસ્પિટલ અને ડો.મયંક ઠક્કરને રૂ.૧૩.૬૦ લાખ વળતર વાર્ષિક ૯ ટકા વ્યાજ સહિત ચુકવવા અને કેસના ખર્ચ પેટે રૂ.૧૦ લાખ અલગથી ચુકવવા હુકમ કર્યો છે.

દર્દીને પ્રથમ ફસ્ટ લાઇન ટ્રીટમેન્ટ આપ્યાનું ધ્યાને લેવાયું: ડો.મયંક ઠક્કર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયમ મુજબ શ્રેષ્ઠ સારવાર આપી: ક્ધઝયુમરના ચુકાદા સામે અપીલ કરાશે

મેલરીયાના દર્દી મધુબેન ધીરજભાઇ માલવીયાના ગીરીરાજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલા મોત અંગે ગીરીરાજ હોસ્પિટલમાં મધુબેનને હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયમ મુજબ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી હોવાનું ડો.મયંક ઠક્કરે ‘અબતક’ને જણાવ્યું હતું. સારવાર આપવામાં કોઇ ભુલ તાય તેને મેડિકલ નેગલીઝન્સ કહેવામાં આવે છે પરંતુ તેવું થયાની કોઇ વાત ન હોવાનું દર્દીને પહેલાં ફસ્ટ લાઇન ટ્રીટમેન્ટ અપાયા બાદ સેક્ધડ લાઇન ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ ક્ધઝયુમર કોર્ટમાં ફસ્ટ લાઇન ટ્રીટમેન્ટ અપાયાનું ધ્યાને લેવામાં આવ્યું ન હોવાતી ક્ધઝયુમરના ચુકાદા સામે ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યાનું જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.