Abtak Media Google News

ઓફબીટ ન્યુઝ 

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ દિશાએ આગળ વધી રહ્યું છે, આર્થિક વિકાસ દર ની રફતાર સંતોષ જનક રીતે જળવાઈ રહી છે સતત તે જ બનતી જાય છે, આર્થિક વિકાસમાં તમામ પરિબળો સકારાત્મક સહકાર આપી રહ્યા છે ,ત્યારે ભારત જ નહીં વિશ્વભરના સમૃદ્ધ થી લઈને વિકસિત અને અલ્પ વિકસિત દેશો માટે પૃથ્વીનો વધતું જતું તાપમાન “મજમુ ચિંતા’ નો વિષય બની ગયો છે..

વધતું જતું તાપમાન સમગ્ર માનવ સમાજ માટે જ નહીં સમગ્ર જીવસૃષ્ટિ માટે દિવસે દિવસે જોખમી બનતું જાય છે 18મી સદીના સાંક્ષેપમાં અત્યારે ટેકનોલોજી સુખ સુવિધા અને સમૃદ્ધિ અનેક ઘણી વધી છે, પરંતુ તેની સાથે સાથે એ સમયની પર્યાવરણ સમૃદ્ધિ અત્યારે સાવ પાયમાલ થઈ ગઈ હોય તેવું કહેવું જરા પણ અતિશયોક્તિ ભર્યું નથી, વાતાવરણમાં કાર્બનનું સતત પણે થતું ઉત્સર્જન ઓઝોનના પડમાં તો મોટા મોટા ગાબડા પાડી રહ્યું છે, ખતરનાક પ્રદૂષણ ના કારણે ઉત્તર ધ્રુવના ગ્લેસીઅલ પીગળવાની ઝડપથી સમુદ્રની સપાટી સતત પણે ઊંચી આવી રહી છે, અને તેના પરિણામો હવે ટૂંક સમયમાં જ ભોગવવા પડશે.

વિકાસ માટે જે રીતે પ્રકૃતિ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે તેમાં “નફા કરતા ખોટ “નું પ્રમાણ ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે.
કુદરતી સંસાધનોના બેફામ દુરુપયોગ ની કિંમત એકના લાભ સામે એક કરોડ ના મૂલ્યથી ચુકવો તો પણ ખોટ ભરપાઈ નહીં થાય.
કુદરતી સંસાધનો ને કમાણી નું સાધન બનાવનારા આર્થિક સમૃદ્ધ દેશો પર હવે ગ્લોબલ વોર્મિંગ ની અસરને ઓછી કરવા મોટો પડકાર ઉભો થયો છે અને લાખો કરોડ રૂપિયાના ખર્ચ કરવાની તૈયારીની નોબત આવી ગઈ છે.

ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણની અવહેલના માત્ર જીવ સૃષ્ટિ અને આરોગ્ય માટે જ પડકારરૂપ નથી આર્થિક નુકસાનીનું પણ મુખ્ય કારણ બની રહી છે ,હાથના કર્યા હૈયે નહીં પણ હવે તો તિજોરીમાં લાગવા લાગ્યા છે, સમૃદ્ધિ માટે પ્રકૃતિના નુકસાનની અવગણના કરનારાઓને હવે તેના રોદ્ર રૂપને રોકવા માટે તિજોરીઓ ખાલી કરવાનો સમય આવી ગયો છે, હજુ સમય છે આંધળા વિકાસ અને પ્રકૃતિના ભોગે સમૃદ્ધિની લાલસા નહીં રોકવામાં આવે તો તેની મોટી કિંમત ચૂકવવી પડશે તેનો અણસાર હવે વહેલી તકે સમજી લેવાનો સમય પાકી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.