Abtak Media Google News

પ્રદૂષણ ઘટાડવા તેમજ ઈ-વાહનોને પ્રોત્સાહિત કરવા તમામ સરકારી વાહનોને ઈલેકટ્રીક વાહનોમાં તબદીલ કરવામાં આવશે

ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા અને ગો-ગ્રીનના પ્રયાસ માટે નાણામંત્રીએ તમામ સરકારી વિભાગના પેટ્રોલ-ડિઝલના વાહનોને ઈલેકટ્રીક વાહનોમાં ફેરવવાની સુચના આપી છે. જયારે વાહનોના રિન્યુવલનો સમય આવે ત્યારે જુના વાહનોને બદલે હવે ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાથી સરકારી વિભાગના વાહનોમાં મોટી સંખ્યામાં ફેરફારો આવવાથી પ્રદુષણમાં પણ ઘટાડો થશે.

માત્ર જોઈન્ટ સેક્રેટરી તેમજ ઉચ્ચ સ્તરીય અધિકારીઓ જ પોતાના ખાનગી સરકારી વાહનો ધરાવે છે. આમ છતાં સરકારી વિભાગોના કામો માટે વાહનોની માંગમાં વધારો આવી રહ્યો છે. સૌથી વધુ પ્રદુષણ પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોને કારણે થતું હોય છે. જેને અટકાવવા સરકારી વાહનોને ઈ-વ્હીકલમાં તબદીલ કરવામાં આવે તો સામાન્ય લોકો પણ ઈલેકટ્રીક વાહનોની ખરીદી માટે પ્રોત્સાહિત થશે.

સરકાર ઈ-વાહનો માટે પોલીસીનું નિર્માણ કરી રહી છે. જેની અંતર્ગત તમામ સરકારી વિભાગના ૩૦ ટકા વાહનોને ઈ-વ્હીકલમાં ફેરવવામાં આવશે. તેમજ બાકીના ૩૦ ટકા વાહનો ઈકોફ્રેન્ડલી અને પ્રદૂષણ રહિત બનાવવામાં આવશે જેનો ખર્ચ પણ વિભાગને ખૂબજ ઓછો થશે. જો કે, વાહનોના સ્વીચ ઓવર માટે હજુ કોઈ ડેડલાઈન નકકી કરવામાં આવી નથી. પરંતુ જલ્દી જ તેની અમલવારી કરવાના આદેશો અપાયા છે.

સરકારે ૧૦ હજાર ઈલેકટ્રીક વાહનોને પબ્લિક સેકટર એનર્જી સર્વિસ માટે ફેરવવાનો અખતરો કર્યો હતો. જો કે, બીજી વખતના ટેન્ડરમાં પણ ટાટા અને મહિન્દ્રા જેવી મેન્યુફેકચરીંગ કંપનીઓ તેનો પ્રથમ ઓર્ડર પૂર્ણ કરવામાં સફળ રહી ન હતી. તો ડ્રાઈવરોની પણ ઈ-વાહનોને લઈ કેટલીક ફરિયાદો જૂની અધિકારીઓ દ્વારા દાખલ કરવામાં આવતી હતી.

ઈલેકટ્રીક વાહનોના નિર્માણ અંગે અધિકારીઓએ ટાકયુ કે, વાહન નિર્માણ માટે નિતી આયોગમાં ફેરફારો કરવા પડશે. આ ઉપરાંત માળખાગત સુવિધા માટેનો પણ સરકારને ખર્ચ થશે જેનું મેનેજમેન્ટ પણ ખૂબજ જરૂરી છે. સરકારી અધિકારીઓને તેની ગાડી લીઝ ઉપર મળતી હોય છે. જયારે આ વાહનોની લીઝ ડેડલાઈન આવે અને તેને ફરીથી રિન્યુ કરાવાનો સમય આવે ત્યારે જ વાહનોનું સ્વીચ ઓવર કરવાનો સરકારનો લક્ષ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.