Abtak Media Google News

ગોકુલ હોસ્પિટલમાં ઇસીએમઓ અને સીઆરઆરટી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર છે ઉપલબ્ધ

ક્રિટિકલ કેર ક્ષેત્રમાં છેલ્લા 10 વર્ષ થી અદ્યતન સારવારનાં અભિગમ થકી ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘણી જ નામનાં મેળવેલી છે અને અતિ ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને નવજીવન બક્ષવામાં અનેક સીમા ચિન્હી પાર પડેલા છે. ક્રિટિકલ કેર ક્ષેત્રમાં સારવારના નવતર અભિગમ અને એડ્વાન્સમેન્ટ થકી દર્દીઓ ઝડપથી તેમનું સ્વાથ્ય પરત મેળવે છે, અત્રે દાખલ થયેલ દર્દીઓ ચોવીસ કલાક નિષ્ણાંત ડોક્ટરની દેખરેખમાં રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત ઊઈખઘ અને ઈછછઝ જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર પણ ઉપલબ્ધ છે.

છેલ્લાં બે-ત્રણ વર્ષ કોરોનાનો એવો કહેર રહ્યો હતો કે સ્વાઈન ફ્લૂ કે બર્ડ ફ્લૂ જેવી બીમારીઓ ધ્યાનમાં જ આવતી ન હતી. હાલમાં થોડા દિવસો પહેલા શરદી-ઉધરસ, તાવ, અતિશય નબળાઈ જેવા લક્ષણો સાથે એક દર્દીની લાવવામાં આવ્યા હતા, ક્રિટિકલ કેર ટિમ દ્વારા જરૂરી રિપોર્ટ્સ અને ઊંડાણપૂર્વકનું નિદાન કરાતાં દર્દીને સ્વાઈન ફલૂ હોવાનું નિદાન થયું હતું, દર્દીનાં ફેફસાની તપાસ માટે ઈઝ સ્કેન કરાવતા ઈઝ સ્કોર 22/25 આવ્યો હતો અને ફેફસા પરનું સંક્રમણ ખૂબ જ વધારે જોવા મળ્યું હતું. દર્દીની પરિસ્થિતિ અતિ ગંભીર હોવાથી દર્દીના સગાની સંમતિ બાદ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટિમ ડો.તેજસ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો.હાર્દિક વેકરીયા અને ડો. પ્રિયંકાબા જાડેજાનાં અથાગ પ્રયત્નો થકી માત્ર દસ દિવસમાં દર્દીને નવજીવન પ્રાપ્ત થયું હતું. બાદ વોર્ડમાં નિરીક્ષણ માટે રાખ્યા હતા અને પંદરમાં દિવસે સંપૂર્ણ સ્વસ્થ સ્વાસ્થ સાથે રજા આપવામાં આવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.