Abtak Media Google News

રમકડા ઉત્પાદનના  લાંબાગાળાના આયોજન અને સપ્લાય ચેઈનને મજબૂત કરશે

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (છઇક) અને પ્લાસ્ટિક લેગ્નો એસપીએ વચ્ચે સંયુક્ત સાહસ રચવાની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને આ સાહસ દ્વારા છઇક ભારતમાં પ્લાસ્ટિક લેગ્નો એસપીએના રમકડાં ઉત્પાદન વ્યવસાયમાં 40 ટકાનો હિસ્સો હસ્તગત કરશે.આરબીએલ દ્વારા કરવામાં આવેલું આ રોકાણ બે હેતુ પૂરા પાડે છે, જે આરબીએલના રમકડાંના વ્યવસાય માટે વિશાળ એકીકરણ શક્ય બનાવે છે અને ભારતમાં રમકડાં ઉત્પાદનમાં લાંબા ગાળાના વ્યૂહાત્મક આયોજન સાથે સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરે છે.

પ્લાસ્ટિક લેગ્નો એસપીએ સુનીનો ગ્રૂપની માલિકીની છે, જે યુરોપમાં રમકડાં ઉત્પાદન ક્ષેત્રે 25 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. ગ્રૂપે 2009માં એક મજબૂત ઉત્પાદન હબ વિકસાવવાની જરૂરિયાત સાથે તેનો ભારતમાં બિઝનેસ શરૂ કર્યો હતો જેનો હેતુ વૈશ્વિક બજારોને માગ પૂરી કરવાનો હતો, તેની સાથે સાથે એક હેતુ વધુ મહત્ત્વપૂર્ણ રીતે ઝડપથી વિકસતા અને વિકસતા ભારતીય બજાર માટેનો પણ હતો.

વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને, પ્લાસ્ટિક લેગ્નોના વિશ્વ કક્ષાના રમકડાં ઉત્પાદનમાં ઊંડા અનુભવ અને વૈશ્વિક સ્તરે રમકડાના રિટેલ ઉદ્યોગમાં અમારી મજબૂત હાજરી સાથે આ સહયોગ ભારતમાં ઉત્પાદિત રમકડાં ઉત્પાદનોના વેચાણ માટે નવા દરવાજા અને અપ્રતિમ તકો ખોલી આપશે.આરબીએલ માટે સ્પર્ધામાં વ્યૂહાત્મક લાભ મેળવવા માટે અને માત્ર સ્થાનિક વપરાશ માટે જ નહીં પરંતુ વૈશ્વિક બજારો માટે પણ ભારતમાં એક મજબૂત રમકડાં ઉત્પાદન ઇકોસિસ્ટમના નિર્માણમાં અગ્રણી બનવું જરૂરી છે,” તેમ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું.

આરબીએલ રમકડાં ઉદ્યોગમાં બ્રિટીશ ટોય રિટેલર હેમલીઝ અને સ્થાનિક ટોય બ્રાન્ડ રોવાનના પોર્ટફોલિયો સાથે મજબૂત સ્થાન ધરાવે છે, જે આરબીએલને અગ્રણી રમકડાં વિતરક બનાવે છે. હેમલીઝ હાલમાં 213 સ્ટોર્સ સાથે 15 દેશોમાં વૈશ્વિક પદચિહ્ન ધરાવે છે અને તે રમકડાં સ્ટોર્સની ભારતની સૌથી મોટી ચેઇન છે.આ સંયુક્ત સાહસમાં આરબીએલને ભાગીદાર તરીકે જોડવામાં અમે ગર્વ અનુભવીએ છીએ. અમને વિશ્વાસ છે કે રમકડાં ઉત્પાદનમાં પ્લાસ્ટિક લેગ્નોનો અનુભવ અને હેમલીઝની કોમર્શિયલ પહોંચ, અમારા સંયુક્ત સાહસને વધુ ઊંચાઈ અને સફળતા હાંસલ કરવામાં સક્ષમ બનાવવા માટે એકબીજાને પૂરક બનાવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.