Abtak Media Google News

અસલામત સવારી એસટી અમારી

ગોંડલ રોડ ઓવરબ્રિજ નબળો હોવાથી ભારે વાહનો નહીં ચલાવવા નિયમ છતાં બેફામ દોડાવાય છે: ડ્રાઈવરો પરિપત્રનો ઉલાળ્યો કરી ટ્રાફિક પોલીસને પણ ગણકારતા નથી

શહેરના ગોંડલ રોડના સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ ઉપર એસ.ટીબસ સહિત ભારે વાહનો ચલાવવા ઉપર એસટી વિભાગે જ ખાસ પરિપત્ર દ્વારા એસટી બસો ગોંડલ ઓવરબ્રિજ પર નહીં ચલાવવા જાહેર કર્યું છે. છતાં ડ્રાઈવરો પરિપત્રો અને નિયમોનો ઉલાળ્યો કરતા હોય તેમ બેફામ એસટી દોડાવે છે.

Advertisement

ગોંડલ ઓવરબ્રિજ એકબાજુ સાકળો છે જેના લીધે ભારે વાહનોના કારણે અકસ્માતનો ભય પણ વધી જાય છે અને બીજીબાજુ આ બ્રિજ નબળો હોવાનું પણ માલુમ પડયું છે. અગાઉ પણ બે ડ્રાઈવરોને એસટી તંત્ર દ્વારા ઓવરબ્રીજ પરથી બસ ચલાવવાના ગુનામાં ટ્રાન્સફર કરાયા હતા છતાં પણ હજુ એસટી ડ્રાઈવરો સુધરવાનું નામ લેતા નથી અને બેફામ રીતે ગોંડલ ઓવરબ્રિજ પર બસ દોડાવે છે.

મળતી માહિતી મુજબ ગોંડલ રોડના ઓવરબ્રિજના નિર્માણ સમયે જ દરેક એસટી બસોને નાગરિક બેંકથી બ્રિજ ઉપરથી જવાની બદલે સીધુ માલવીયા ફાટક તરફથી વાહન ચલાવવા ખાસ પરિપત્ર જાહેર કરીને જણાવવામાં આવ્યું હતું. પરંતુ પરિપત્રોનું ખાનગી અને સરકારી વાહનોના ચાલક દ્વારા નિયમ ભંગ કરવામાં આવી રહ્યો છે. માલવીયા ફાટક બંધ હોય ત્યારે એક સાથે મોટી સંખ્યામાં એસટી બસો અને ટ્રક ઓવરબ્રિજ પરથી પસાર થતાં હોય છે. અગાઉ જયારે બે એસટી ડ્રાઈવરોને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યારબાદ એસટી ડ્રાઈવરોએ બીકના હિસાબે ગોંડલ ઓવરબ્રિજ પરથી બસ ચલાવવાનું બંધ કર્યું હતું.

જો કે ગઈકાલ રાતે ૨ વાગ્યા આસપાસ રાધનપુરની એસટી બસ શાસ્ત્રી મેદાન ખાતેથી ઉપડતી હતી અને ગોંડલ ઓવરબ્રિજ ઉપર જીજે૧૮ઝેડ-૨૬૫૦ નંબરની એસટી બસ ગોંડલ ઓવરબ્રિજ પરથી પસાર થઈ હતી. પરિપત્ર છતાં બેરોકટોક બસ ચલાવતા ડ્રાઈવરો નિયમનો ઉલાળ્યો કરી રહ્યાં છે ત્યારે એસટી બસના ડ્રાઈવરો નિયમોનું પાલન કરે તેવી તાતી જ‚ર ઉભી થઈ છે.

નિયમ ભંગ કરનારને સસ્પેન્ડ કરાશે: દિનેશ જેઠવાDinesh Jethava Bbb

શહેરના ગોંડલ રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓવરબ્રિજ પર એસટી બસ ન ચલાવવા એસટી વિભાગ દ્વારા જ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જો કે, એસટીના ડ્રાઈવરો આ નિયમનું ભંગ કરી રહ્યાં હોય અને બેફામ એસટી બસ દોડાવતા હોય આ બાબતે રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ એસટીના ડ્રાઈવરોને બ્રિજ પર બસ ન ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કયારેક માલવીયા ફાટક બંધ હોય ત્યારે બ્રિજ ઉપરથી બસો ચાલે છે. હવે એસટી બસ બ્રિજ પરથી ન ચાલે તેનું ધ્યાન રખાશે અને ડ્રાઈવરોને પણ બ્રિજ તરફથી ન ચલાવવા સુચના આપવામાં આવશે અને જો કોઈ ડ્રાઈવર નિયમનું પાલન નહીં કરે તો સસ્પેન્ડ કરવા સુધીના પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.