Abtak Media Google News

રાત્રે સંતવાણીમાં ધીરુભાઇ સરવૈયા, ડો. નિરંજન રાજયગુરુ, પ્રવીણદાન ગઢવી સહિતના કલાકારોની વાણીનો લાભ મળશે

ગોકુળીયા ગોંડલની પાવન ધરતી સંતો મહંતો અને દાતાઓ રુપી દિવડાથી ઝગમગે છે. આવો જ એક દિવડો એટલે સંતશ્રી લાલદાસબાપુ રામકબીર (રામરોટીવાળા) બાપુ જેના નામ સાથે નિષ્કામ કર્મ ભાવના અને સાદગીપૂર્ણ જીવનનું એક દ્રષ્ટાંત સંકળાયેલ છે.

ગોંડલમાં ભોજરાજપરા શેરી નં.૧૦ માં આવેલા લાલદાસબાપુની જગ્યા અન્નક્ષેત્રનો લગભગ સૌ વર્ષ પુરા થવામાં છે. લાલદાસબાપુએ માત્ર ર૦ વર્ષની યુવા વયથી જ ગુરુની આજ્ઞા થતાં ભીખ્યાને ભોજન આપવા માટે ખંભે ઝોળી ધારણ કરી અને અન્નક્ષેત્ર ચલાવવ માટે ગોંડલ ના લગભગ ૧રપ સદગૃહ સ્થાને ત્યાંથી રામરોટી ઉઘરાવી રાત્રે ૧૦ વાગ્યે હરીહરનો સાદ પાડી ભુખ્યાને ભોજન આપવાનું શરુ કર્યુ પૂ. બાપુ બપોરેના ર થી રાત્રીના ૧૦ સુધી રામરોટી ઉધરાવતા ગમે તે ઋતુ હોય પણ તેમનું આ સેવાકાર્ય સતત ચાલુ રહેતું.

ગોંડલની આ વિરલ વિભૂતિ એ સંવત ૨૦૪૯ માં ફાગણ વદ-૧ ની રાત્રે ૧૦ કલાકે દેહ છોડયો અને બ્રહ્મલીન થઇ ગયા. આજે તે હયાત નથી પણ તેમણે પ્રગટાવેલ સેવાની જયોત હજુ આજે પણ પ્રકાશે છે. હાલ દરરોજ બપોરે સાધુ-સંતો અનાથ અભ્યાગતોને ભોજન આપવામાં આવે છે. તેમની વિદાય પછી પણ તેમના પુત્રેએ આ સેવા કાર્ય ચાલુ રાખેલ છે. આ અન્નક્ષેત્રને ચાલુ રાખવામાં ભોજરાજપરા  રાસ મંડળ જનસેવા યુવક મંડળ તથા શહેરના આગેવાનો મદદરુપ થતાં રહે છે. હાલના અન્નક્ષેત્રનું સંચાલન તેમના મોટા પુત્ર અને જગ્યાના મહંત રામદાસબાપુ રામકબીર સંભાળી રહ્યા છે.

આ સંતની પચ્ચીસમી તીથીએ તા. ર માર્ચ ફાગણ વદ-૧ ના રોજ ઉજવામાં આવના છે. અને આ પ્રસંગે રાત્રે સંતવાણી ડાયરામાં ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સંતવાણી ડાયરાના કલાકારો ધીરુભાઇ સરવૈયા, ડો. નિરંજન રાજયગુરુ, કલ્યાણદાસબાપુ મેસવાણીયા, ચંદુભાઇ હુંબલ, પ્રવિણદાન ગઢવી, પ્રકાશબાપુ વિ. કલાકારો પોતાની વાણીનો લાભ આપશે તો આ કાર્યક્રમમાં પધારવા દરેક ભાવિકજનોને આમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.