Abtak Media Google News

રાજકોટ સાયકલ ક્લબ, રાજકોટ રેન્ડોનીયર્સ સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનાએ સાયકલ ટ્રેકની રાઈડ કરી

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા  ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ  ચેલેન્જની શરૂઆત કરવામાં આવી છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધો છે.  મહાપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, પૈદલ કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અપીલ કરી હતી જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો, ઉપરાંત આજે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગ કરીને અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા.

આજે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સહીત નાયબ મ્યુનિ. કમિશનરશ્ બી. જી. પ્રજાપતિ,  એ. આર. સિંઘ,  સી. કે. નંદાણી તેમજ ત્રણેય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગ કરીને ઓફીસ આવ્યા હતા તેમજ આજે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના ઘરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. રાજકોટ મહાપાલિકા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવેલી અપીલને આવકારી હતી જેમાં બીગ બજાર, આન ગ્રુપ ઓફ કંપની, ફોર્ચ્યુન હોટલ, ક્રિસ્ટલ મોલ, રાજકોટ નાગરિક સહકારી, અમૃતા હોસ્પિટલ સહિતની અન્ય સંસ્થાઓના સ્ટાફ પણ આજે ટુ વ્હીકલને બદલે સાઈકલ કે ચાલી ને ઓફીસ આવ્યા હતા.

મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, મહાપાલિકાના સ્ટાફ સહીત શહેરની અન્ય સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ છે. પોતાની સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ આજે સાઈકલ લઈને ઓફીસ આવ-જા કરે છે. લોકો સાયકલિંગ પ્રત્યે વધુ જાગૃત બને અને સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે. મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરે અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા  જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા ચાલીને કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનર શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦:૧૫ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.

હાલ જ કોરોના વાઇરસને મ્હાત આપીને પોતાની ફરજ પર પરત આવેલા અધિકારીઓ પણ મ્યુનિ. કમિશનરરે કરેલી અપીલને હૃદયથી આવકારી હતી. જેમાં નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ અને જન સંપર્ક અધિકારી ભુપેશ રાઠોડ આજે પોતાના ઘરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. ડો. પંકજ રાઠોડ ૨.૪૭ કી.મી. અને ભુપેશ રાઠોડ ૬ કી.મી. ચાલીને ઓફીસ આવ્યા હતા. જેઓ હાલ જ કોરોના વાઇરસ સામે લડીને પોતાની ફરજ પર હાજર થયેલ છે.

ગઈકાલ સાંજ સાયકલિંગ ગ્રુપ જેવા કે રાજકોટ સાયકલ ક્લબ, રાજકોટ રેન્ડોનીયર્સ સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ,  એ. આર. સિંઘ, સી. કે. નંદાણીએ બી.આર.ટી.એસ. સાયકલ ટ્રેકની રાઈડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.