Abtak Media Google News

ભારતીય રેલવે પોતાના યાત્રીઓ અને કર્મચારીઓને વધુ સારી સેવાઓ પુરી પાડવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે.વધુ સારી સેવાઓ પોતાના કર્મચારીઓને મળે તેના માટે ગુરુવારે ભારતીય રેલવે દ્વારા ઓનલાઇન પધ્ધતિ દ્ ચાલુ કરવામાં આવી છે જેમાં હાલના નિવૃત કર્મચારીઓ માટે ડિજિટલ ઓનલાઇન માનવ સંસાધન મેનેજમેન્ટ પ્રણાલીના અંતર્ગત ત્રણ મોડ્યુલ્સ લૉન્ચ કર્યા છે.એચઆરએમએસ ( હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ )નાં અંતર્ગત કર્મચારીઓ અને પેન્શનધારકો માટે પ્રોવિડન્ટફંડનું સંતુલન તપાસવા અને એડવાન્સ પીએફ (પ્રોવિડન્ટ ફંડ) માટે અરજી કરવાના કાર્યો હવે ઓનલાઈન થઈ શકશે.

રેલવેના નવા ત્રણ મોડ્યુલ્સ

એચઆરએમએસ દ્વારા એમ્પ્લોય સેલ્ફસર્વીસ, એડવાન્સ પ્રોવિડન્ટ ફંડ, સેટલમેન્ટ મોડ્યુલ્સ આ ત્રણ નવા મોડ્યુલ્સ ઉમેરાયા છે.આ સંદર્ભમાં રેલવે મંત્રાલય દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદકતામાં વધારો થશે અને કર્મચારીઓ પણ સંતોષ પામશે.રેલવેબોર્ડના ચેરમેન અને મુખ્ય અધિકારી એવા વિનોદકુમાર યાદવએ વિડિઓ કોન્ફરન્સિંગ દ્વારા એચઆરએમએસ મોડ્યુલ્સ અને વપરાશકર્તા ડેપો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે શરૂ કર્યો.

આવી રીતે થશે ફાયદો

ભારતને ડિજિટલ અને સશક્ત સમાજ બનાવવા માટે અને પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટેનું આ એક પગલું છે. આ રેલ્વેસ્ટેશનની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો કરશે.એમ્પ્લોય સેલ્ફસર્વિસ મોડ્યુલ રેલવે કર્મચારીઓના ડેટા વિનિમય અંગેના સંદેશાવ્યવહાર સહિત એચઆરએમએસના વિવિધ મોડ્યુલો સાથે સંપર્ક કરવા સક્ષમ બનાવે છે.પ્રોવિડન્ટ ફંડ એડવાન્સ મોડ્યુલ દ્વારાકર્મચારીઓ પોતાનું પીએફ ઓનલાઇન ચેક કરી શકશે અને પીએફ એડવાન્સ માટે ઓનલાઇન અરજી પણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.