Abtak Media Google News

બહોળી સંખ્યામાં મહિલાઓની ઉ૫સ્થિતિ: આઇ.ટી. ક્ષેત્રમાં  મહિલાઓની હિસ્સેદારી વધારવા ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા જ પ્રવેશની વ્યવસ્થાને જબરી સફળતા

ગુગલ વુમનવીલ રાજકોટ દ્વારા માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા વ્યવસાયી અને ઉઘોગ સાહસિક મહિલાઓને કાનુની રક્ષણ, સશકિતકરણ યોજનાઓ, સુરક્ષા સહિતના આયામોને આવરી લઇ અને અખિલ હિંદ મહીલા પરિષદ સાથે રાજયભરનો પ્રથમ નોખી ભાત પાડતો કાર્યક્રમ આયોજીત થયો.

અખિલ હિંદ મહિલા પરિષદનાં ડો. ભાવના જોશીપુરા, ગુગલ વુમનવીલનાં આર.જે. શીતલ ચૌહાણ અને સરકારી લો-કોેલેજના પ્રાચાર્ય ડો. મીનળબેન રાવલની ઉ૫સ્થિતિમાં મહિલા ઉઘોગ સાહસીક નીતાબેન કટારીયા, ફોરમબેન ચંદારાણા ખાસ ઉ૫સ્થિત રહેલ. મહિલાઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશનને જબ્બર પ્રતિસાદ આપવા સાથે ખુબ જ ઉપયોગી માહીતી મેળવવામાં રસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ઓનલાઇન વેચાણ નેટ દ્વારા બીઝનેસ, ક્ધસલટન્સી આયાત-નિશાર વ્યાપાર સાથે સંકળાયેલા બહેનોની ઉ૫સ્થિતિ ખુબ જ પ્રભાવી રહી.

અખિલ હિંદ મહીલા પરિષદના અઘ્યક્ષ ધારાશાસ્ત્રી ડો. ભાવનાબેન જોશીપુરાએ કાનુની આયામોની રસપ્રદ છણાવટ કરી અને જણાવ્યું હતું કે મહિલા વિષયક અધિકારીનાં સંદર્ભમાં આ પ્રકારના ઉપક્રમો ખુબ જ ઉપયોગી બનશે., ઉઘોગ સાહસિક અને વ્યવસાયિક મહિલાઓની વિશાળ ઉ૫સ્થિતિ મહીલાઓની વ્યસાયિક હિસ્સેદારી બતાવી આપે છે.

મહિલાઓને પ્રાપ્ત અધિકારી, સંતુલીક વિકાસ લક્ષ્યાંકો,: વ્યવસાયગત તકો, સુરક્ષાવિષયક જોગવાઇઓ અને કામના સ્થળે જાતિય હિંસા સામે રક્ષણ જેવા આયામો માટે મેરેથોન સેશન દ્વારા ઉ૫સ્થિત મહીલા ઉઘોગ સાહસિકો અને વ્યવસાયિક મહિલાઓના સમુહને માર્ગદર્શન આપવામાં આવેલ.

ગુગલ બીઝનેશ ગ્રુપ, ગુગલ વુમનવીલના આયોજનમાં સવિશેષ રીતે આઇ.ટી. માં મહીલાઓની હિસ્સેદારી વધારવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા જ પ્રવેશની વ્યવસ્થા રાખવામાં આવેલ જેને રાજકોટમાં સફળતા મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.