Abtak Media Google News

માઈકા પોલીપ્લાસ્ટના નારાયણભાઈ ફૂલતરીયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુકે લોકડાઉન પહેલા અમારા ક્ષેત્રના ઉદ્યોગોની સ્થિતિ એવરેજ હતી સારી સ્થિતિ એવરેજ સ્થિતિ હતી. અપેક્ષા હતી કે દિવાળી પછી વર્ષ સારૂ  થાય તો તેજી આવશે. લોકડાઉન આવવાથી બધાના રૂ ટીન કાર્ય એકાએક બંધ થઈ ગયા હતા ઉદ્યોગો બંધ થઈ ગયા. નાણાંકીય વ્યવસ્થાના થઈ શકી બે મહિના સુધી શ્રમિકોને પગાર ચૂકવવા સાચવ્યા છે. હવે શ્રમિકોએ પોતાના વતન જવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ છે તેસારૂ  છે. પરંતુ હવે ઉદ્યોગો શરૂ  કરવાની વાત આવે છે. પરંતુ શ્રમિકો હશે નહી તો કામ કેમ કરવું આંશિક છૂટ આપી છે. પરંતુ એક યુનિટ પોતાની સ્વતંત્રતાથી ચાલતી ન હોય તેને ચલાવવા માટે બીજી ૭/૮ ઈન્ડસ્ટ્રીની સપ્લાય અરસપરસ હોય છે. તો આ પરિસ્થિતિમાં કામ કરવું મુશ્કેલ છે. બેંક પોતાના વ્યાજમાં રાહત આપે તેમજ હપ્તાનો સમય થોડો વધારવો જોઈએ તથા ઈન્ડસ્ટ્રીઝને નવી લોન પણ આપવી જોઈએ સરકારે બેંકો જીએસટી તેમજ વિજળીમાં પણ છૂટ આપવી જોઈએ કે જયાં સુધી ઉદ્યોગો ફરી બેઠાના થાય ત્યાં સુધી જીએસટીમાં રાહત આપવી જોઈએ જેથી પ્રોડકટ સસ્તી થાય અને વેચાણ વધે લોકડાઉન પછી પ્લાટીક ઉદ્યોગને ચાલુ થતા ૬ થી ૮ મહિનાનો સમય લાગશે.

06 2

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.