Abtak Media Google News

પે રોલ, વ્યાજ સહાય, વીજ બીલમાં સહાય, રોડ યોજના, ડોર મેટરી, સ્કીલ ડેવલપમેન્ટ અને મેગા એપરલ પાર્ક બનાવવા સહીતના મુદાઓનો સમાવેશ

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાત ટેક્ષટાઇલ પોલીસી ૨૦૧૨ને ખુબ જ સારો પ્રતિસાદ મળેલ કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત અગ્રગણ્ય રાજય હોઇ પ્રસ્તુત ટેક્ષટાઇલ પોલીસીની અસરથી સંપૂર્ણ ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇન સુદ્રઢ બનેલ છે જેથી ટેક્ષટાઇલ પોલીસી ૨૦૧૨ ને વધુ એક વર્ષ લંબાવવામાં આવી છે. હવે વૈશ્ર્વિક પરિપ્રેક્ષ્યમાં એપેરલ અને ગારમેન્ટ ક્ષેત્રને વધુ સુદ્રઢ કરવાની જરુરીયાત છે. જે ઘ્યાને લઇ રાજય સરકાર આગામી પાંચ વર્ષ માટે નવી ગારમેન્ટ એન્ડ એપેરલ પોલીસી લાવી રહી છે. ટેક્ષટાઇલ ક્ષેત્રમાં ખાસ કરીને મહિલા કારીગર વધુ પ્રમાણમાં સંકળાયેલા હોય છે જેથી પ્રસ્તુત પોલીસી થકી ગ્રામ્ય ક્ષેત્રે વધુ મહીલાઓને રોજગારી મળશે સાથે સાથે રાજયના યુવાઓને પણ રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે અને નિકાસની તકોનું સર્જન થશે.

Advertisement

પે રોલ સહાયમાં મહિલા કારીગરોને રૂ૪૦૦૦ ની મર્યાદામાં પ્રતિ કારીગર પ્રતિ માસ ચૂકવવામાં આવશે., પુ‚ષ કારીગરોને રૂ૩૨૦૦ ની મર્યાદામાં પ્રતિ કારીગર પ્રતિ માસ ચુકવવામાં આવશે., આ સહાય પાંચ વર્ષ સુધી મળવા પાત્ર રહેશે.

વ્યાજ સહાય યોજનામાં વાર્ષિક પ ટકાના ધોરણે, વધુમાં વધુ રૂ૭.૫ કરોડ, પ વર્ષ સુધી સહાય

વીજળી (પાવર) બીલમાં સહાયમાં ઔઘોગિક એકમની બીલની રકમમાં યુનિટ દીઠ રૂ૧ ની સહાય પ વર્ષ સધુ સહાય

મેન્યુફેકચરીંગ એકમો માટે પ્લગ એન્ડ પ્લે શેડની યોજનામાં પુરતી આંતરમાળખાકીય સુવિધાઓ ધરાવતા પ્લટ એન્ડ પ્લે શેડ બનાવવામાં આવશે. પ્રોજેકટ કોસ્ટના ૫૦ ટકા સહાય,

ડોરમેટરી સહાય અંગેની યોજનામાં નકકી કરવામાં આવેલા ભાડાની રકમના પ૦ ટકાના ધોરણે એકમને સહાય, ઔઘોગિક એકમોની માંગણી અનુસાર ડોરમેટરીની સુવિધા એકમોને જી.આઇ.ડી.સી. દ્વારા લાંબા ગાળાની લીઝ અથવા ભાડેથી આપવામાં આવશે., કામદારો માટે ડોરમેટરી બનાવવાના કુલ ખર્ચના ૫૦ટકા ના રૂપ કરોડ સુધીની પ્રોજેકટ ખર્ચની મર્યાદામાં પ્રાઇવેટ ડેવલપરને સહાય

સ્કીલ ડેવલપમેન્ટ યોજનમાં ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ માટે પ્રોજેકટ ખર્ચના ૮૫ ટકા લેખે વધુમાં વધુ રૂ૩ કરોડની સહાય, ટ્રેઇનીંગ સેન્ટર માટે પ્લાન્ટ એન્ડ મશીનરી સાધનો, વીજળીકરણ તેમજ ફર્નીચરના કુલ ખર્ચના ૫૦ ટકા લેખે રૂ૨૦ લાખની સહાય, ટ્રેઇનીની ફી રીએમ્બર્સમેન્ટ માટે ટ્રેઇનીંગ આપતી સંસ્થાઓ દ્વારા લેવાતી ફીના ૫૦ ટકા લેખે વધુમાં વધુ રૂ૭૫૦૦ ની મર્યાદામાં પ્રતિ ટ્રેઇની સહાય (રૂ૧૦ હજાર મઘ્યમ કક્ષાના મેનેજમેન્ટ કોર્સ માટે) મેગા એપેરલ પાર્ક બનાવવા અંગેની સહાય યોજનામાં આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા કુલ ખર્ચના ૫૦ ટકાના ધોરણે રૂ૧૦ કરોડની મર્યાદામાં સહાય, ડેવલપરને જમીનની ખરીદી માટે સ્ટેમ્પ ડયુટી ભરવામાંથી મુકિત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.